ભરૂચ શહેર જીલ્લામાંથી વહેતી નર્મદા નદીના કિનારે અનેકો મંદિરો ધાર્મિક સ્થાનો આવેલા છે. અહીં શ્રદ્ધાળુઓ પૂજા-પાઠ માટે આવતા હોય છે. નર્મદાની પૂજા કરવા આવતા હોય છે ત્યારે દર્શનાર્થીઓ અને પૂજા કરનારા લોકો પૂજાપાનો સામાન નર્મદા ધાટ પર અથવા તો નદીમાં નાખી દેતા હોય છે ત્યારે નર્મદા નદી ગંદી થતી જાય છે ત્યારે આજે ભરૂચની સીઆઈએસએફના જવાનો ઝાડેશ્વરના નર્મદા નદીના કિનારે આવેલ નિલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઘાટ ખાતે સફાઇ ઝુંબેશ શરૂ કરી હતી. સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જવાનોએ ધાટની સફાઈ કરીને લોકોને સંદેશ વહેતો કર્યો હતો.
Advertisement