:-ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે તેમજ તાબાની તાલુકા કોર્ટોમાં રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી ના આદેશ અનુસાર અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ ના ઉપક્રમે ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ સી.એમ ભટ્ટ સાહેબ ના માર્ગદર્શન હેઠળ તેમજ પી.જી.સોની સેકેટરી ના સંચાલન હેઠળ આજ રોજ સવારે નેશનલ લોક અદાલત નું આયોજન કરવામાં આવ્યું હતું……
મુખ્ય જિલ્લા ન્યાયાધીશ સી.એમ ભટ્ટ ના વરદ હસ્તે નેશનલ લોક અદાલત નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લા હેડ કવાટર્સ ના ન્યાયાધીશ તેમજ વકીલ બાર ના પ્રમુખ સહિત ના લોકો ઉપસ્થીત રહ્યા હતા..સદર નેશનલ લોક અદાલત માં પોસ્ટ લીટીગેશન ના ૩.૯૨૩ તેમજ પ્રી-લીટીગેશનના ૩.૭૦૪ આમ કુલ મળી ૭૬૨૭ કેસો જિલ્લામાં નિકાલ માટે મુકવામાં આવ્યા હતા……….
Advertisement