સાંપ્રત સમયમાં શિક્ષણક્ષેત્રે નવી પેઢીના બાળકોમાં જાગૃતિ આવે તેમજ આજની નવી પેઢીના બાળકો સુશિક્ષિત બની સમાજ તથા રાષ્ટ્રના નિર્માણના કાર્યમાં સહભાગી બને એ હેતુસર અભ્યાસલક્ષી શિબિરોનું આયોજન થતું રહે છે. જે અંતર્ગત ભરૂચ તાલુકાના સેગવા ગામમાં આવેલી દરિયાઇ દુલ્હા દરગાહના પટાંગણમાં ગુરુવારના રોજ દરિયાઇ એજ્યુકેશન ટ્રસ્ટની વિધિવત સ્થાપના સાથે એજ્યુકેશન શિબિર યોજાઇ હતી.
શિબિરનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફથથી કરાયો હતો. ત્યારબાદ શાળાની બાળાઓએ સુંદર સ્વાગત ગીત રજુ કરી હાજર જનોને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું આયોજકો દ્વારા પુષ્પગુચ્છોથી ઉષ્માભર્યુ સ્વાગત કરાયું હતું. ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય વક્તા પાલેજ સ્થિત ચિશ્તિયાનગરના ડો. સૈયદ મતાઉદ્દીનબાવા સાહેબે મોટી સંખ્યામાં ઉમટી પડેલા શિક્ષણ પ્રેમીઓને સંબાોધતા જણાવ્યું હતું કે શાળાએ જવાનો મુખ્ય હેતુ સ્વઘડતર હોવો જોઇએ માત્ર હકિકતો શીખવીએ શિક્ષણનો હેતુ નથી.આપણા મગજને વિચારવા માટે સક્ષમ કરવું એ શિક્ષણનો હેતુ છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે શિક્ષણનો અંતિમ ધ્યેય એ હોવો જોઇએ કે જેનાથી બાળક આદર્શ બનવો જોઇએ વિદ્યા ગુરૂની ગુરૂ છે. ઇલ્મ વગરનો માનવી પરવરદિગારને ઓળખી શકતો નથી. કલ્પના તમોને સર્વત્ર લઇ જશે પરંતુ આદર્શ સમાજ અને આદર્શ માનવીના સર્જન માટે શિક્ષણ અત્યંત જરૂરી છે. બાળક બાળકમાંથી વિદ્યાર્થી વિદ્યાર્થીમાંથી વિધવાન અને વિધવાનમાંથી માનવ બને એ હેતુ હોવો જોઇએ.
અંતમાં આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. આ પ્રસંગે સૈયદ જમાલુદ્દીન નાગામિયા સાહેબ, સૈયદ જુબેર બાવા જમાલુદ્દીન સાહેબ, ડો. મતાઉદ્દીન બાવા સાહેબ, યુનુસભાઇ અમદાવાદી, હુસૈનભાઇ સાલેહ, બશીર પટેલ, હનીફા કોલેજ, જુબેરભાઇ ગોપલાની, મજીદભાઇ અંભેટાવાલા, નાઇટ સિનિયર ડાયરેકટર સંતોષભાઇ સહિત સરપંચ સલીમભાઇ ઢેકા, પૂર્વ સરપંચ ગુલામભાઇ નાથા તેમજ ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ભરૂચના સેગવા ગામમાં દરિયાઇ એજ્યુકેશન શિબિર યોજાઇ હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા.
Advertisement