Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ સીવીલ હોસ્પીટલમાં ફાયર સેફ્ટી અંગેની તપાસમાં ખામી જણાતા ભરૂચ નગરપાલિકા દ્વારા ખામીઓ દૂર કરવાની નોટિસ ફટકારી દીધી છે.

Share

ભરૂચ સીવીલ હોસ્પિટલનો વહીવટ ભગવાન ભરોસે ચાલી રહ્યો છે. સરકારી દવાખાનું એટલે સુવિધા પણ ઓછી મળે તેવી માનસિકતા લોકોનાં મનમાં ઘર કરી ગઈ છે. ત્યારે ભરૂચ સીવીલ હોસ્પીટલમાં પહેલા પણ લોકોને સુવિધા મળતી ન હતી અને તબીબો ગેરહાજર રહેવાની ફરિયાદો ભૂતકાળમાં ઉઠી હતી ત્યાં જ હવે તો સરકારે ભરૂચ સીવીલ હોસ્પિટલને ખાનગી ટ્રસ્ટને સોંપી દીધી છે અને હાલ તો નવું બાંધકામ પણ થઈ રહ્યું છે. પરંતુ હજુપણ ભરૂચ સીવીલ હોસ્પિટલના રાડા છે. દવાઓ બહારથી લાવી પડી રહી છે. દર્દીઓને સુવા માટે બેડ મળતા નથી જ્યારે પીવાનાં પાણી શુદ્ધાની મુશ્કેલીઓ દર્દીઓને પડી રહી છે પરંતુ ખાનગી ટ્રસ્ટવાળા કે સીવીલના સત્તાવાળા પણ ધ્યાન આપતા નથી એટલુ જ નહીં પણ આ મામલે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. પરંતુ કોઈ જ સમસ્યા હલ થવાનું નામ લેતું નથી ત્યાં હવે ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સિવિલમાં સિવિલના અધિકારી દ્વારા ફાયર અંગે NOC આપવાની કરેલી અરજીમાં ફાયરની ટીમે સીવીલ હોસ્પીટલમાં મૂકવામાં આવેલ આગ બુઝાવવાનાં સાધનોની તપાસ કરતાં તેમાં ખામીઓ જણાઈ હતી. જેમાં પ્રથમ ફાયર એકસ્ટીગ્યુશર ને નિયમિત તારીખે રીફિલિંગ કરવામાં આવ્યું ન હતું સાથે ફાયર હાઈડન્ટ લાઇન અને પંપનું મેનટેનન્સ કરવામાં આવ્યું ન હતું. એટલે કે જે વાતને પ્રાધાન્ય આપીને કરવાનું હતું તે કામ કરવામાં આવ્યું નથી જયારે ભરૂચ સીવીલમાં રોજ હજારો લોકો આવતા હોય છે અને અસંખ્ય દર્દીઓ સીવીલ હોસ્પીટલમાં સારવાર લેતા હોય છે છતાં જો આટલી મોટી ગંભીર ભૂલ સીવીલ સત્તાવાળા કરે તે બાબતે શું કહેવું.હાલમાં ગુજરાતમાં કેટલીક આગની ધટનાઓ પરથી પણ બોધ પાઠ સીવીલ હોસ્પિટલના સત્તાવાળાએ નહીં લઈને સાબિત કરી દીધું છે કે તેઓ કેટલા ગંભીર છે. સરકાર અને જીલ્લાના વહીવટી તંત્રએ સીવીલ હોસ્પીટલમાં આ ગંભીર બેદરકારી મામલે જવાબદાર અધિકારી અને ટ્રસ્ટ સંચાલક સામે પગલાં ભરવાં જોઈએ કેમ કે આગ લાગ્યા બાદ કૂવો ખોદવા જેવી વાત કરવામાં આવે તેનો શું મતલબ તેવી ચર્ચા લોકોમાં છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લા કિસાન કોંગ્રેસના ચેરમેન યાકુબ ગુરજીએ આપ્યું નારાજગી સાથે રાજીનામું !

ProudOfGujarat

તિલકવાડાના સબ સ્ટેશનમાં ભીંસણ આગ:50થી વધુ ગામોમાં અંધારપટ…

ProudOfGujarat

માંગરોળ વિધાનસભાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અનિલ ચૌધરીએ ઉમેદવારીપત્ર ભર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!