ભરૂચ સિવિલ હોસ્પિટલને સરકારે ખાનગી ટ્રસ્ટને એક રૂપિયાનાં ટોકન ભાડેથી આપી છે. ત્યારથી વિવાદમાં રહી છે હાલ દર્દીઓને પૂરતી સુવિધા મળતી નથી દવાઓ બહારથી લાવવી પડે છે. દર્દીઓને માટે સુવાના બેડ નથી તેવી અનેકો ફરિયાદો છતાં જીલ્લાના વહીવટી તંત્ર અને સરકાર આ બધી જ ફરિયાદો પ્રત્યે આંખઆડા કાન કરે છે કારણ એક જ જે ટ્રસ્ટ જેને સત્તાધીશ સરકારનાં મંત્રી અને હોદ્દેદારોની એકદમ નજીક છે એટલે સીધો જ ગાંધીનગરથી ફોન આવે છે ત્યાં ભરૂચ સિવિલ હોસ્પિટલની બિલ્ડીંગ પર વધુ માળ બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યાં આજે બિલ્ડીંગ પર લગાવેલ 150 થી 200 ફૂટ ઉંચે ક્રેનથી સળિયા ઉંચકવામાં આવી રહ્યા હતા તે દરમ્યાન એકાએક લોખંડની એક ભારી છટકી ગઈ અને સીધી જ બાજુમાં આવેલ સી.એમ.પાર્ટી પ્લોટમાં પડી અને એક બાઇકને નુકસાન કર્યું. અત્રે સહેજ માટે મોટી દુધટના થતાં અટકી હતી કેમકે સી.એમ.પાર્ટી પ્લોટમાં લગ્ન ચાલી રહ્યા હતા. સહેજ દૂર લગ્ન સમારંભ હતો એટલે બચી ગયા હતા. જોકે લગ્નમાં આવેલ લોકો આ લોખંડની ભારી પડવાના અવાજથી દોડી આવ્યા હતા. જોકે સિવિલમાં ચાલતાં કામનાં કોન્ટ્રાકટર સ્થળ પર દોડી આવી મામલો થાળે પાડવા ખર્ચ આપવા તૈયારી બતાવી હતી.
ભરૂચ હોસ્પિટલની બિલ્ડીંગ પર ચાલતા કામમાં 200 ફૂટ ઉપરથી ક્રેનમાંથી સળિયાની ભારી છુટીને લગ્નપ્રસંગનાં પાર્ટી પ્લોટમાં પડતાં દોડધામ મચી ગઈ છે.
Advertisement