:-ભરૂચ ના પશ્ચિમ વિસ્તારમાં મનુબર રોડ પર આવેલ રહેમત નગર સોસાયટીમાં વરસાદી માહોલ ના કારણે સોસાયટીના મુખ્ય માર્ગો ઉપર પાણી નો ભરાવો થતા સોસાયટીમાં જળ બંબાકાળ ની સ્થિતિ નું નિર્માણ થયું છે અને રહીશોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે…..
છેલ્લા કેટલાય દિવસઃ થી વરસાદી પાણી નો ભરાવો હોવાના કારણે લોકો ના મકાનો માં પણ પાણી ભરાવવા ની સમસ્યાઓ સર્જાઈ છે..તેમજ વધુ પ્રમાણ માં રસ્તા પર પાણી હોવાના કારણે અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીઓને પણ અભ્યાસ છોડવાનો વારો આવ્યો છે .અને સ્કૂલ લઇ જતી રિક્ષાઓ સોસાયટી માં ન પ્રવેશતા વિદ્યાર્થીઓ ભણતર થી વંચિત રહે તે પ્રકાર ની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે..
સોસાયટી ના રસ્તાઓ ઉપર પાણી ફરી વળતા લોકો હાલ હાલાકી ભર્યા માહોલ માં જીવન જીવવા મજબૂર બન્યા છે..અને સૌચાલય નું ગંદુ પાણી મિશ્રણ થઇ ને ફરી વળતા લોકો ને રસ્તા ઉપર થી પસાર થવા માટે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે…..
હાલ તો સ્થાનિક રહીશો એક જ માંગ કરી રહ્યા છે કે તંત્ર ના કર્મીઓ આ સોસાયટીની વેદનાઓ ઉપર વહેલી તકે એક્શન માં આવી ધ્યાન આપી વરસાદી પાણીના ભરાવવા ની સમસ્યા માંથી સોસાયટી ના રહીશોને છુટકારો અપાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે…