ભરૂચ તાલુકાનાં કંથારીયા ગામમાં 10 જેટલી મહિલા બુટલેગરો દ્વારા ખુલ્લેઆમ દેશી દારૂના અડ્ડાઓ ચલાવીને યુવાધન સહિત લોકોને દારૂની લત લગાવી દેતા આ મામલે આદિવાસી સમાજનાં જાગૃત લોકો અને મહિલાઓ દ્વારા ગઇકાલે આ દારૂના અડ્ડાઓ બંધ કરવા કલેક્ટર અને જીલ્લા પોલીસવડાને લેખિત રજૂઆત કરી હતી આ વાતની રીષ રાખીને 6 જેટલી મહિલા બુટલેગર કે જેમાં પુનમ વસાવા, ટીના વસાવા, કમળા વસાવા, જમના વસાવા, પુનમ મુકેશ વસાવા, જયા શંકર વસાવાએ ગામનાં રહીશ અને આવેદનપત્ર આપનાર રાજેશ વસાવા તથા તેના પત્ની ઉપર ગતરાત્રીના ઘરે જઈને હુમલો કર્યો હતો અને રાજેશ વસાવા તેની પત્ની અને પરિવારજનો પર મહિલા બુટલેગરો દ્વારા હુમલો કરીને માર મારવામાં આવ્યો હતો એટલુ જ નહીં પણ રાજેશભાઈને છોડાવનાર લોકોને પણ માર મારવામાં આવ્યા હતા. જોકે બીજા લોકો દોડી આવી જતાં રાજેશભાઈ અને તેમના પરિવારજનોને બચાવ્યા હતા જયારે રાજેશભાઈએ 6 જેટલી મહિલા બુટલેગર અને હુમલાખોરો સામે ભરૂચ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવતાં પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે. આ સમગ્ર ધટનાની લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.
ભરૂચનાં કંથારીયા ગામે દારૂનો ધંધો કરતી બુટલેગર મહિલાઓએ આવેદનપત્ર આપનાર યુવાન પર હુમલો કરી માર મારતાં તાલુકા પોલીસ મથકમાં 6 મહિલા બુટલેગર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
Advertisement