પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબનાઓએ ભરૂચ જિલ્લામાં બનતા મિલ્કત સંબંધી/ચોરીઓના ગુનાઓ અટકાવવા તથા શોધી કાઢવા આપેલ સુચના આધારે પોલીસ ઇન્સપેક્ટર જે.એન.ઝાલા નાઓના સીધા માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ની ટીમ પ્રયત્નશીલ હતી દરમ્યાન અ.હે.કો.કનકસિંહ તથા બીજા પોલીસ માણસો ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન અ.હે.કો.કનકસિંહ તથા પો.કો. નીમેશભાઇને સયુક્ત રીતે બાતમી મળેલ કે ભરૂચ શહેર સ્ટેશન સર્કલ પાસે એક ઇસમ શંકાસ્પદ મોબાઇલો સાથે આંટાફેરા મારે છે. જે મુજબની ઇસમની વર્ણન સહીતની ચોક્ક્સ બાતમી આધારે એક ઇસમને ઝડપી પાડી તેની અંગઝડતી કરતા તેની પાસેથી ત્રણ એન્ડ્રોઇડ મોબાઇલ મળી આવેલ જે મોબાઇલ અંગેના આધાર પુરાવા તથા બીલ વિગેરે દસ્તાવેજોની માંગણી કરતા પકડાયેલ ઇસમ રજુ કરી શકેલ નહી. અને સંતોષકારક જવાબ આપી શકેલ નહી અને ઇસમને મોબાઇલ બાબતે વધુ પુછપરછ કરતા સદર પકડાયેલ મોબાઇલો તેને બીજા મિત્રો સાથે મળી બે દિવસ અગાઉ રાત્રીના સમયે ભરૂચ શહેર સુથીયાપુરા વિસ્તારમાં ભાડેથી રહેતા પરપ્રાતિંય ઇસમના ઘરેથી ચોરી કરેલ હોવાની કબુલાત કરતા સાગરભાઇ રાજુભાઇ ચાવડે રહે. સુથીયાપુરા દાંડીયાબજાર ભરૂચ નાઓની અટક કરેલ છે. જેની પાસેથી અલગ અલગ કંપનીના ત્રણ મોબાઈલ જપ્ત કર્યા છે. જેની કિંમત રૂ.13,000 જેટલી થાય છે. સદર કામગીરી અ.હે.કો. કનકસિંહ, હીતેષભાઇ, સંજયદાન, દીલીપભાઇ, પો.કો. નીમેષભાઇ, નરેશભાઇ, એલ.સી.બી. ભરૂચ દ્વારા કરવામાં આવેલ છે.હાલ ભરુચ એ. ડિવિઝન પોલીસ વધુ તપાસ કરી રહી છે.
ભરૂચ શહેરમાં સ્ટેશન સર્કલ પાસેથી શંકાસ્પદ મોબાઇલો સાથે એક ઇસમને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.
Advertisement