ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામ નજીકના પહાડ પર આવેલ ૮૦૦ વર્ષ જુની અને પ્રસિદ્ધ હઝરત બાવાગોરની દરગાહના વહિવટ માટે દરગાહ ટ્રસ્ટ કાર્યરત છે.તાજેતરમાં ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા ટ્રસ્ટીઓને તા.૧૫-૧૦ ના રોજ નોટિસ આપી જણાવેલ કે વકફ બોર્ડ દ્વારા તપાસ કરવામાં આવતા આ સ્થળે ડેવલોપમેન્ટ કરવાનું જરુરી લાગ્યુ.અને બોર્ડ ની તા.૨૧-૯ ની બેઠક માં થયેલ ઠરાવ મુજબ સંસ્થામાં વકફ બોર્ડ ના અધિકારી ની કારોબારી અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવેલ હોવાનું જણાવાયું હતુ.વધુમાં આ અંગે ટ્રસ્ટ વહિવટકર્તા નો ટેલિફોનીક સંપર્ક કરતા જાણવા મળ્યું કે ટ્રસ્ટીઓ દ્વારા આ અંગે વકફ બોર્ડ ટ્રિબ્યુનલ માં અપીલ કરવામાં આવી છે.દરમિયાન વકફ બોર્ડ દ્વારા તા.૨૭ નવેમ્બર ના રોજ દરગાહની દાન પેટીઓ વકફ બોર્ડ ની હાજરી વિના ન ખુલી શકે તે માટે સીલ મારી દેવામાં આવ્યા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ