ભરૂચ જીલ્લામાં દેશી-વિદેશી દારૂ નાં અડ્ડા પર પોલીસે રેડ કરી ને ધંધાઓ બંધ કરાવી રહી છે. ગામે ગામે રેડ કરીને દેશી દારૂ ની ભટ્ટી ઓ તોડવા માં આવી રહી છે ત્યાં જ રોજ રોજ વિદેશી દારૂ સાથે બુટલેગરો પકડાય રહ્યા છે જ્યારે હવે ભરૂચ તાલુકા નાં કંથારિયા ગામનાં જાગૃત મહિલા ધનુ રાજેશ વસાવા અને ગ્રામ લોકો એ જીલ્લા પોલીસ વડા ને લેખિત અરજી કરીને બુટલેગરો નાં નામ સાથે ફરિયાદ કરી છે જેમાં દારૂ ગાળનારા અને વેચનારા સુરેશ માનસીહ પૂનમબેન શંકરભાઈ, પુનમબેન મુકેશભાઈ, જમનાબેન હીમતભાઈ, મોઘીબેન લવધનભાઈ, અરુણાબેન આશોકભાઈ, લક્ષ્મીબેન અંબાલાલ, કાળીબેન મણિલાલભાઈ, કપીલાબેન બાબુભાઇ નામની મહિલા બુટલેગરો દ્વારા ગામમાં ખુલ્લેઆમ દારૂનો વેપલો કરે છે. કંથારીયા ગ્રામ પંચાયત દ્વારા આ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી પરંતુ હજુ સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી ફરિયાદમાં ઉલ્લેખ છે કે પોલીસવાળા અહી હપ્તો વસૂલ કરવા માટે આવે છે તેઓ ખુલ્લો આક્ષેપ કરવામાં આવ્યો હતો. લોકો દારૂના દૂષણને પગલે ગરીબી અને બીમારીઓના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે. યુવાધડી બાળકોને દેશી દારૂની લત્ત લાગી ગઈ છે. બહેનો વિધવા થઈ રહી છે માટે એ જીલ્લા પોલીસ તાત્કાલિક ધોરણે આ ૧૦ મહિલા બુટલેગરો સામે પગલાં ભરવાની માંગણી કરી છે.
ભરૂચ તાલુકાના કંથારિયા ગામમાં ૧૦ જેટલા બુટલેગરો દ્વારા ચલાવતી દેશી દારૂની ભટ્ટીઓ બંધ કરવાની લેખિત ફરિયાદ જીલ્લા પોલીસ વડાને કરવામાં આવી છે.
Advertisement