દેશભરમાં દોડતી રેલ્વે ટ્રેનમાં ખાસ કરીને અમદાવાદ થી મુંબઈ વચ્ચે દોડતી ટ્રેનોમાં ભીખ માંગવાવાળા અનેક કિન્નરોનો ત્રાસ વધી રહ્યો છે એમા પણ વડોદરાથી ભિલાડ સુધી દોડતી ટ્રેનોમાં કિન્નરો લોકો પાસેથી બળજબરી પૂર્વક રૂપિયા પડાવી રહ્યા હોવાની મુસાફરો ફરિયાદએ ફરિયાદો કરી છે પરંતુ RPF અને રેલ્વે પોલીસ આ કિન્નરો સામે લાચાર બની ગયા છેે ત્યાં ચાલુ અવધ એક્સપ્રેસ ટ્રેનમાં કિન્નરોએ લૂંટી લીધા હોવાની ફરિયાદ ભરૂચ રેલવે પોલીસ મથક માં દાખલ થઈ છે જેમાં મુંબઈ પનવેલથી બિહાર સીવગઠી જતો ગોવિંદ રાઉત કુમીનો અવધ એસપ્રેસ ટ્રેનમાં જતો હતો ત્યાં મોડી રાત્રિના અવધ ટ્રેનમાં ત્રણ કિન્નરોએ તેની પાસેથી રૂ.500 ની લૂંટ કરી હતી અને બીજા ડબ્બામાં ભાગી જતાં તેણે ટ્રેનમાં બૂમાબૂમ કરી મુકતા આખરે આ અંગે ટ્રેનમાં હાજર આર.પી.એફ. ના જવાનો રેલ્વે પોલીસના જવાનોએ ટ્રેનમાં ચેકિંગ કરતાં વડોદરા રેલ્વે સ્ટેશન આવતા આવતા તો ત્રણ કિન્નર ઇશીત કુંવર, મહેક કુંવર, બુલબુલ કુંવર ને પકડી લીધા હતા અને તેમની પાસે ભરુચ રેલ્વે પોલીસ મથકમાં લૂંટ અંગેનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ રેલ્વે પોલીસ મથકના પી.એસ.આઇ.એ.વાય સોલંકી ચલાવી રહ્યા છે.
ભરૂચ નજીક ચાલુ ટ્રેનમાં ત્રણ કિન્નરોએ બિહારના મુસાફરને લૂંટી લેતા પોલીસે વડોદરા રેલ્વે સ્ટેશન નજીક જ ઝડપી લીધા હતા.
Advertisement