હાલ તો શિયાળાની શરૂઆત થતાં ધરફોડ ચોરીની ધટનાઓ વધી રહી છે ત્યારે ઠેર ઠેર ફૂટી નીકળેલા કેટલાક ચોર ભંગારિયાઓ દ્વારા તેમની ટોળકી પાસે કંપનીઓમાં ચોરી કરાવી રહ્યા છે. ત્યાં જ ભરુચ જીલ્લાના વાગરા તાલુકાની દહેજ પોલીસ મથકના અધિકારી અને પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન રાત્રિના સમયે અટાલીથી રહીયાદ રોડ ઉપર શંકાસ્પદ ટીમ ચાલુ કરતાં સુખવિન્ડર સિંગ શીખ, ભુપીન્દર સિંગ ઝાટ, હરપ્રીતસિંગ ઝાટ, લાભાસીંગ શેરગીલ, રાજદીપ સિંગ જગો ઝાટ તમામ રહેવાસી પંજાબનાઓને રોકી પોલીસે પૂછપરછ કરતાં સરખા જવાબો નહીં આપતા પોલીસને શંકા જતાં પોલીસે તપાસ કરતાં તેમની પાસેથી 22 નંગ પાઇપ મળી આવતા પોલીસે પૂછપરછ કરતાં તેઓએ આ પાઇપ GACL નાલ્કો કંપનીમાંથી ચોરી કરી હોવાનું કબૂલાત પોલીસે કંપનીમાં અધિકારી સાગર બારોટની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી 1,61,000 ના પાઇપ ચોરી અંગે દહેજ પોલીસ મથકમાં ચોરી અંગે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
ભરુચ જીલ્લાના વાગરા તાલુકાનાં રહીયાદ ગામ નજીક કંપનીમાંથી પાઇપની ચોરી કરીને જતાં પાંચ લોકોને દહેજ પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન ઝડપી લીધા હતા.
Advertisement