Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરુચ સક્રિય પત્રકાર સંધનો સ્નેહ મિલન સમારોહ યોજાયો પત્રકારોને હેલ્મેટ વિતરણ કરાયા.

Share

ભરૂચ સક્રિય પત્રકાર સંધનો સાતમો સ્નેહમિલન સમારોહ પગુથણ ગામ સ્થિત ફાર્મલેન્ડ ખાતે યોજાયો હતો. જેની પત્રકાર સભ્યોને અને તેમની પત્ની માટે લેડિઝ અને જેન્ટસ હેલ્મેટ વિતરણ કરાયા હતા. આ પ્રસંગે પત્રકાર મિત્રો અને તેમના પરિવારના સ્ભ્યોએ પોતાની ટેલેન્ટ બતાવી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી.
ભરૂચ સક્રિય પત્રકાર સંધનો સ્નેહ મિલન સમારોહમાં પગુથણના ફાર્મલેન્ડ ખાતે યોજાયો હતો. જેમાં સંધના જિલ્લાભરના નોંધાયેલ પત્રકારો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં પત્રકાર પરિવારના બાળકો સહિતના લોકોએ વિવિધ રમતોમાં જોડાઈ પોતાનું કૌવત બતાવ્યું હતું. તો બીજીબાજુ પત્રકાર અને તેમના સંતાનોએ ગીત સંગીત સહિત વિવિધ મનોરંજક કૃતિઓ રજૂ કરી સૌને ઝુમાવ્યા હતા.
ભરૂચ સક્રિય પત્રકાર સંધના સ્નેહમિલન સમારોહમાં ફાર્મલેન્ડના માલિક હસુભાઈ પટેલ, અશોકભાઇ પટેલ અને વિશ્વજીત પટેલ તથા સામાજીક આગેવાન અશ્વિનભાઈ પટેલ પણ તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર મિત્રોને જોલવાની ફિલાટેક્ષ કંપની દ્વારા એક પરિવારને બે હેલ્મેટ પૂરા પડાયા હતા. જેનું વિતરણ સ્નેહમિલન સમારોહ દરમ્યાન કરાયું હતું. આ પ્રસંગે ફિલાટેક્ષના ભાવેશ ગોહિલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

રાષ્ટ્રીય સ્તરે જળ બચાવો જાગૃતિ અભિયાન ચલાવતી ટીમે ઉમરપાડાના ગુલીઉમર ગામની મુલાકાત લીધી.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના કોસંબા ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને પદાધિકારીઓ, આગેવાનોના પ્રશ્નો મુદ્દે બેઠક યોજાઈ.

ProudOfGujarat

अंतरराष्ट्रीय फॉरमेट में रिलीज हआ अमेज़ॉन प्राइम ओरिजनल का “ब्रीद”!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!