ભરુચ જીલ્લાના ઉધોગોમાં હાલ તો પરપ્રાંતિયો લોકોને કારણે સ્થાનિક શિક્ષિત યુવાનો બેરોજગારીના ખપારમાં હોમાયા છે. જેમાં સ્થાનિક ચુટાયેલા નેતાઓ પણ ઉધોગો સામે નમાયેલા પુરવાર થયા છે ત્યાં ભરુચ જીલ્લાના વાગરા તાલુકાનાં દહેજ ખાતે આવેલી નામાંકિત ઉધોગો તેમજ વાગરા વિલાયતમાં આવેલા ઉધોગોમાં સરકારી પરિપત્રના ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે સ્થાનિકોને 80 ટકા રોજગારી આપવાની વાતનો ભંગ કરતાં ઉધોગો સામે અંતે આજે ભરુચ ખાતે ફેડરેશન ઓફ લેબર સંસ્થા દ્વારા સ્ટેશન રોડથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજીને જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગણી કરી છે કે સ્થાનિક શિક્ષિતોને 80 ટકા રોજગારી ઉધોગોમાં આપવામાં આવે. ઉધોગોમાં બનતી ધટનામાં નિર્દોષ કામદારોનો ભોગ લેવામાં આવે છે તે અંગે સલામતીના પગલાં ભરવામાં આવે એવિ એક કમિટીની રચના કરવામાં આવે જેમાં યુનિયનના પ્રતિનિધિને સામેલ કરવામાં આવે કંપનીઓમાં ગેરકાયદેસર અને ગેરકાયદેસર ગેરવ્યાજબી મજૂરપ્રથા બંધ કરવાની માંગણી ફેડરેશન ઓફ લેબરના અગ્રણીઓ દ્વારા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
ભરૂચના વાગરા દહેજ વિસ્તારમાં આવેલ ઉધોગો દ્વારા સ્થાનિક શિક્ષિત બેરોજગારોને નોકરી નહી આપતા આજે ફેડરેશન ઓફ લેબર સંસ્થા દ્વારા રેલી યોજી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રોજગારી આપવાની માંગણી કરી હતી.
Advertisement