ભરૂચ શહેર માં વધેલી ગંદકી ડોર તું ડોર નાં કલેક્શન માં તેમજ ડેંગ્યુ નાં વધેલા રોગચારો શહેર ના રસ્તા ઓ પર પડેલ ખાડા ઓને લઈને આખરે લોકો નહીં જાગતા શહેરીજનો ની સમસ્યા માટે સીનીયર સીટીઝનો તેમજ નિવૃત અધિકારીઓ દ્વારા પાલિકા નાં ખાડે ગયેલા વહિવટ સામે પાંચબત્તી ખાતે આમરણ ઉપવાસ પર બેઠા હતા. જેને ચાર દિવસ થયા હતા. ત્યારે ત્રીજા દિવસે વિપક્ષ નાં નેતા ઓએ ઉપવાસી ઓની મુલાકાત લઈ ને વિગતો મેળવી પાલીકા ના પ્રમુખ સુરભીબેન ને મળી આ ઉપવાસ આંદોલન કારી ઓની સમસ્યા હલ કરી મળવા નુ કહેતા પાલીકા ના પ્રમુખ અને વિપક્ષ વચ્ચે તુ તુ મે મે થઈ ગઈ હતી જ્યારે અંતે આજે પાલિકા નાં પક્ષ નાં નેતા દ્વારા ઉપવાસી ઓની મુલાકાત લીધી હતી અને ખાત્રી આપી હતી કે તેમની માંગણી ઓને વહેલી તકે પૂરી કરવામાં આવશે જેને લઈને આંદોલન કરી રહેલા તમામ ઉપવાસી ઓએ પારણા કર્યા હતા અને સાથ આપનાર તમામ લોકો નો આભાર વ્યક્ત કર્યો હતો.
ભરૂચ શહેર નાં ૧૫ પ્રાણ પ્રશ્નો લઈને ઉપવાસ પર બેઠેલા સિનિયર સિટીજનો ની માંગણી પૂરી કરવા ની ખાત્રી પાલિકા સત્તાધિશો એ આપતા ઉપવાસ પર બેઠેલા તમામ લોકો એ પારણા કર્યા હતા
Advertisement