ભરૂચ જીલ્લાનાં હાંસોટ તાલુકાનાં ગામોમાં આવેલા મંદિરોમાં આવતા વૃદ્ધો મહિલાઓને ગુપ્ત દાન કરવું છે બાધા છે તેમ કહી રોકડ રૂપિયા બતાવી સોનાના દાગીના અડકવાનું કહીને વૃદ્ધો મહિલા પાસેથી રૂપિયા ઘરેણાં લઈને ફરાર થઈ જતાં હતા. આ અંગે ઇલાવગામમાં આવેલ રામજી મંદિર અને ઓભા ગામે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં આવી જ ધટનાઓને બે લોકોએ અંજામ આપી બાઇક લઈને ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ હાંસોટ પોલીસ મથકમાં દાખલ થતાં આ મામલે જીલ્લા પોલીસ વડા દ્વારા DYSP જે.એચ.નાયકને તપાસ સોંપતા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરતાં હાંસોટમાં આવા જ લોકો શંકાસ્પદ હાલતમાં જોયા હોવાની માહિતી LCB પોલીસને મળી હતી. પોલીસે સિસોદરા ગામની સીમમાં શેરડીના ખેતરમાં તપાસ કરતાં હાલીમ કાદીર શેખ રહે. દેવા ઝીહરી સેડવા તાલુકો જીલ્લો બરવાની મધ્યપ્રદેશને ઝડપી લીધો હતો પોલીસે આ ભેજાબાજ હાલીમ શેખની પૂછપરછ શરૂ કરી હતી જેમાં હાંસોટ તાલુકાનાં બે બનાવો સુરતના ચાર ગુના તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશના છ ગુનાઓ મળી કુલ 15 જેટલા ગુનાઓ તેણે કબૂલ કર્યા હતા પોલીસે તેના સાથી કોણ કોણ છે તેની તપાસ પણ શરૂ કરી છે.
ભરુચ જીલ્લાનાં હાંસોટ તાલુકાનાં ગામોનાં મંદિરોમાં વૃદ્ધોને વિશ્વાસમાં લઈ સોના ચાંદીના દાગીના પડાવી ફરાર થઈ ગયેલા ગઠિયાને હાંસોટમાંથી એલ.સી.બી. પોલીસે ઝડપી લઈ ગુનાઓ ઉકેલી નાંખવાનો આશાવાદ વ્યક્ત કર્યા છે.
Advertisement