ભરૂચ ના સ્ટેશન રોડ પર નગર પાલિકા ના કર્મચારીઓ દ્વારા દબાણો દુર કરવામાં આવતા લારી ધારકો સાથે થયેલા હોબાળા માં એક વ્યક્તિ ઘાયલ થયો હતો …
ભરૂચ જીલ્લા સમાહર્તા દ્વારા બે દિવસઃ અગાઉ નો હૉકર્સ જોન નું જાહેર નામુ ભરૂચ શહેર માં બહાર પાડ્યું હતું .જેના ભાગ રૂપે આજ રોજ શહેર ના સ્ટેશન રોડ ઉપર ના માર્ગ પર ભરૂચ નગર પાલિકા ની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ માં આવતા લારી ગલ્લા ઓને દૂર કરવાની કામગીરી હાથધરી હતી……..
સ્ટેશન રોડ ઉપર રોટરી કલબ નજીક દબાણ દૂર કરવા માટે ગયેલ લારી ગલ્લા ધારકો અને પાલિકા ની ટિમ વચ્ચે કાર્યવાહી સમયે હોબાળો અને નાસભાગ ના દ્રશ્યો સર્જાતા એક લારી ધારક ને પગ ના ભાગે ઈજાઓ પહોચતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવા માં આવ્યો હતો. ……
તો બીજી તરફ સ્ટેશન રોડ પર ના મુખ્ય માર્ગ ઉપર દબાણો ના પગલે ટ્રાફિક જામ ની સ્થીતી નું નિર્માણ ન સર્જાય તે માટે ભરૂચ નગર પાલિકા ની ટિમ દ્વારા મુખ્ય માર્ગ ઉપર ના દબાણો અને લારીઓ ને પાલિકા ના ટેમ્પો માં ભરી લઇ દબાણો દૂર કરી રસ્તા ને ખુલ્લા કરવાની કામગીરી હાથધરી હતી…………..
Advertisement