આજરોજ ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ સંસ્કાર ભારતીય ટ્રસ્ટ દ્વારા સંચાલિત સંસ્કાર ભારતી સ્પોર્ટસ એકેડમી દ્વારા શ્રીમતી મણિબા ચુનીલાલ પહેલ સંસ્કાર વિદ્યા ભવન, હરિમઠ પેવિલિયન ઝાડેશ્વર ખાતે 5-એ સાઈડ ઇનર સ્કૂલ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતા ટુર્નામેન્ટમાં અંડર-14 અને અંડર-17 કેટેગરીની મેચ રમવામાં આવી હતી.
આં ટુર્નામેન્ટમાં 14 વર્ષના નીચેના બાળકોની 17 ટીમોએ ભાગ લીધો હતો જ્યારે 17 વર્ષની નીચેની 11 ટીમોએ ભાગ લીધો હતો. આં ટુર્નામેન્ટને નિક્કીબેન મહેતા, જાસ્મિન બેન મોદીએ ખુલ્લી મૂકી હતી. આં ટુર્નામેન્ટમાં એસ.એમ.સી.થી સંસ્કાર વિદ્યાભવન, જે.બી.મોદી વિદ્યાલય, રૂગ્ટા વિદ્યાભવન, GNFC સ્કુલ, હોલી એન્જલ કોનવેન્ટ સ્કુલ, એમીટી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આં ટુર્નામેન્ટનાં આયોજન પાછળ જીલ્લાની શાળાનાં બાળકોનો રમતગમત ક્ષેત્રે વિકાસ થાય તે હેતુ હતો.
ભરૂચની સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્પોર્ટસ એકેડમી ખાતે ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
Advertisement