Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં આમોદ તાલુકાના રોઝા ટંકારીયા ગામે ગેઇલ ઈન્ડિયા કંપની દ્વારા એલ.પી.જી. નાં જોડાણો આપવામાં આવ્યા હતા.

Share

હાલ દેશભરમાં ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ પરિવારોને ગેસ જોડાણો આપવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપ ભરૂચ જીલ્લાનાં આમોદ તાલુકાનાં રોઝા ટંકારીયા ગામે ગેઇલ ઈન્ડિયા લિમિટેડ ગંધાર દ્વારા વર્ષ 2019-20 નાં નાણાંકીય વર્ષ અંતર્ગત ગામના 114 જેટલા પરિવારોને ગેસ જોડાણ આપવામાં આવ્યા હતા જેમાં ગેસ સગડી, સિલિન્ડર સહિતનો તમામ સામાન આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ગેઇલ કંપનીના ચીફ જનરલ મેનેજર એસ.કે.મુસલગાંવકર, ગામનાં સરપંચ તાલુકા પંચાયતના સભ્ય ગ્રામજનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે સુરક્ષા તાલીમ અને માર્ગદર્શન આમોદ ઈન્ડિયન ગેસ દ્વારા આપવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

નેત્રંગની બેંકોમાં જનધન યોજનાનાં રૂ.500 મેળવવા લોકોની લાઈનો લાગી.

ProudOfGujarat

અમદાવાદ – હેલિકોપ્ટરમાં બેસીને ફરીથી જોય રાઈડનો આનંદ માણી શકાશે, આ તારીખથી શરૂ થશે આ સર્વિસ

ProudOfGujarat

સુરત : સરથાણાનાં નેચર પાર્કમાં પ્રાણીઓ અને પંખીઓને ઠંડીથી રાહત આપવા અદભૂત વ્યવસ્થા કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!