ગુજરાતમા પ્રાથમિક શાળાઓ બંધ કરવાના ગુજરાત સરકારના નિર્ણયનો વિરોધ કરી આજે બીટીએસના દેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવાની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટર નર્મદાને આવેદનપત્ર આપી ભારે સરકારના નિર્ણયનો વિરોધ નોધાવ્યો.
ગુજરાત સરકાર દ્વારા હાલમા લેવાયેલા નિર્ણય પ્રમાણે સમગ્ર ગુજરાતમાં ચાલતી પ્રાથમિક શાળાઓમા 30 થી ઓછી વિધાર્થીઓની સંખ્યા ધરાવતી હોય એવી તમામ પ્રાથમિક શાળાઓ મજૅ કરી બંધ કરવાનો સરકારે નિર્ણય લીધો છે જે સરકારના નિર્ણયના વિરોધમા આજે ભીલી સ્થાન ટાઈગર સેનાના અધ્યક્ષ અને ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા, ભારતીય ટ્રાબલ કિસાન મજદૂર સંધના ગુજરાત પ્રદેશ પ્રમુખ ચૈતર વસાવા, કારોબારી અધ્યક્ષ બહાદૂર વસાવ, બીટીપી તાલુકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા,તાલુકા પ્રમુખ માધવસીંગ વસાવા સહિત બિટીએસના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહી જિલ્લા કલેકટર તેમજ દેડીયાપાડા મામલતદારને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.
આવેદનપત્રમા જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા 30 થી ઓછી વિધાર્થીઓની સંખ્યા ધરાવતી પ્રાથમિક શાળાઓ જો બંધ કરવામાં આવશે તો ગુજરાતમાં આશરે ૫૩૫૦ કરતા વધુ શાળાઓ બંધ થઈ જશે ત્યારે અંતયાળ આદિવાસી વિસ્તારોમાંના ગરીબ આદિવાસી લોકોના બે ટકા ભોજન માટે ટરવળી રહ્યા છે તો એક કીલોમીટરથી વધુ અંતરવાળી શાળાઓમા કેવી રીતે બાળકોને કોણ મોકલશે પ્રાથમિક શિક્ષણ મેળવવુ એ દરેક વ્યક્તિનો બંધારણ અધિકાર છે પ્રાથમિક શાળાઓ બંધ કરવી ભારતીય બંધારણની કલમ ૨૧ એનો ભંગ છે શાળાએ ગામનુ ધરેણુ છે સરકાર નવી શાળાઓ ચાલુ ન કરી સકતી હોય તો ચાલુ શાળાઓ બંધ કરવાનો કોઈ અધિકાર નથી એક તરફ ગુજરાત સરકાર દ્વારા સૌ ભણે સૌ આગળ વધે, બેટી બચાવો બેટી પઢાવો,શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવના સ્લોગન કરી મોટે મોટે બુમરામણો જાહેરાતો કરી વાહવાહી લુટી રહી છે બીજી તરફ સરકારના આ શાળાઓ બંધ કરવાના નિર્ણય કરી રહી છે જે નિર્ણય વિરુદ્ધ આવનાર સમયમા ભીલી સ્થાન ટાઈગર સેના જલદ આંદોલનો સરકાર સામે કરીશુ અને શાળાઓ બંધ નહી થવા દઈ તેવી ચીમકી ઉચ્ચારી હતી.
ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ ભાઈ વસાવાએ વધુમા જણાયું હતું કે આ ભાજપ સરકાર અને એ લોકો ખાસ કરીને વિજય રૂપાણી અને RSS ની વિચાર ધારાને લઈ ને આ વિસ્તારના આદિવાસી અને મુસ્લિમના બાળકોને શિક્ષાથી વંચિત રાખવાનું કામ કરી રહી છે.
રાજપીપળા: આરીફ જી કુરેશી