રાજયકક્ષાની શાળાકીય અંડર-19 ની યોજાયેલ એથ્લેન્ટીક સ્પર્ધા થવા હાઈસ્કુલની વિધાર્થિનીઓએ રાજયકક્ષાની આ સ્પર્ધામાં એક થી ત્રણ નંબર મેળવીને વિજેતા બનતા ભરૂચ જિલ્લાના વિધાર્થી ગણમાં આનંદની સાથે ગૌરવની લાગણી ફરી વળી છે.
હિંમતનગર ખાતે તા.17 નવેમ્બર 2019 દરમ્યાન રાજયકક્ષાની અંડર-18 ની યોજાયેલી એથ્લેન્ટીક સ્પર્ધામાં નેત્રંગ તાલુકાના થવા ખાતે આવેલ એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિધાલયની વિધાર્થિનીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં (1) વસાવા શ્રેયાબેન રાજેન્દ્રભાઇ 100 મીટર દોડમાં રાજયકક્ષાએ બીજા ક્રમે વિજેતા તેમજ 4*100 ની રિલેદોડમાં રાજયકક્ષાએ પ્રથમ વિજેતા રહી.(2) ગામીત ઋત્વીકાબેન દિનેશભાઇ 4*100 મીટર રિલેદોડમાં રાજયકક્ષાએ પ્રથમ તેમજ લંગનફાળકૂદમાં રાજયકક્ષાએ ત્રીજા ક્રમે વિજેતા રહી. (3) વસાવા ટીનાબેન સોમાભાઇ 4*100 મીટર રિલેદોડમાં રાજયકક્ષાએ પ્રથમ વિજેતા રહી. (4) વસાવા અનસૂયા અશ્વિનભાઈ 4*100 મીટર રિલેદોડમાં રાજયકક્ષાએ પ્રથમ ક્રમે તેમજ 4*400 મીટર રિલેદોડમાં રાજયકક્ષાએ બીજા ક્રમે વિજેતા રહી. (5) વસાવા તેજસ્વીની દિનેશભાઇ 4*400 મીટર રિલેદોડમાં બીજા ક્રમે વિજેતા રહી.(6) વસાવા રીટાબેન સુરેન્દ્રભાઈ તેમજ (7) વસાવા રીંકલ રાયલિંગભાઈ 4*400 મીટર રિલેદોડમાં રાજયકક્ષાએ બીજા ક્રમે વિજેતા રહી હતી.
નેત્રંગ : અંડર – 19 ની શાળાકીય યોજાયેલી એથ્લેન્ટીક સ્પર્ધામાં થવા હાઈસ્કુલની વિધાર્થિનીઓ ઝળકી.
Advertisement