Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઇન્ડોનેશીયાના ભારત ખાતેના એમ્બેસેડર સિધારતો રેઝા સૂર્યોદીપુરોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.

Share

એમ્બેસેડરના ધર્મપત્નિ દેવી રત્ના સૂર્યોદીપુરો સહિતના પ્રતિનિધિ મંડળે સરદાર સરોવર ડેમની પણ લીધેલી મૂલાકાત SOU ખાતેના વિવિધ આકર્ષણોની પણ મેળવેલી જાણકારી અદભૂત ઇજનેરી વિકાસ યાત્રા સાથે જોડાયેલા સહુને પાઠવ્યાં અભિનંદન.
ઇન્ડોનેશીયાના ભારત ખાતેના એમ્બેસેડરશ્રી સિધારતો રેઝા સૂર્યોદીપુરોએ તેમની ગુજરાતની મૂલાકાત દરમિયાન નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મૂલાકાત લઇ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં તકનીકી ઇજનેરી અંગે જાણકારી મેળવી અત્યંત પ્રભાવિત થયા હતાં. આ મૂલાકાતમાં તેમના ધર્મપત્નિ દેવી રત્ના સૂર્યોદીપુરો સહિત ઉપરાંત નોવિનંદરી વિમ્બોવો તથા લક્ષણ સ્ટાફ સાથેનું પ્રતિનિધિ મંડળ પણ જોડાયું હતું.
ઇન્ડોનેશીયાના એમ્બેસેડર સિધારતો રેઝા સૂર્યોદીપુરોએ તેમની સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ મૂલાકાત દરમિયાન સૌ પ્રથમ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાના ચરણોના પરિસરમાંથી પ્રતિમા નિહાળી ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેની સાથોસાથ ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હદય સ્થાનેથી નર્મદા ડેમ તેમજ વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક-રમણીય સૌંદર્ય નિહાળ્યું હતું. ત્યારબાદ તેઓશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી અને સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ રસપૂર્વક નિહાળી હતી.
ઇન્ડોનેશીયાના એમ્બેસેડર સિધારતો રેઝા સૂર્યોદીપુરો એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મૂલાકાતના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખૂબજ પ્રભાવશાળી સ્મારક છે. હું અને મારૂ પ્રતિનિધિ મંડળ એ નિહાળીને ખૂબજ પ્રભાવિત થયા છે. કેવડીયામાં ખૂબ મોટા પ્રોજેકટસ ચાલી રહયાં છે. અદભૂત ઇજનેરી વિકાસ જોવા મળે છે. આ વિકાસ યાત્રા સાથે જોડાયેલા સહુને અભિનંદન પાઠવું છું. તેઓએ સરદાર સરોવર નર્મદા ડેમની પણ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે નર્મદા ડેમને લગતી તમામ પ્રકારની તકનીકી વિગતો ઉપરાંત ભુગર્ભ જળવિદ્યુત મથક તેમજ કેનાલ હેડ પાવર હાઉસ ધ્વારા કરાતાં વીજ ઉત્પાદન અને તેના વિતરણની કાર્યપધ્ધતિ તેમજ નર્મદા ડેમથી લાભાન્વીત રાજયો વચ્ચે પાણીના જથ્થાની વહેંચણી અંગેની પણ રસપૂર્વક જાણકારી મેળવી હતી.
આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના શ્રી વૈભવ પાઠકે ઇન્ડોનેશીયાના એમ્બેસેડર સિધારતો રેઝા સૂર્યોદીપુરો ને સ્મૃતિચિન્હરૂપે કોફી ટેબલ બુક એનાયત કરી હતી.
ઇન્ડોનેશીયાના એમ્બેસેડર સિધારતો રેઝા સૂર્યોદીપુરો ની આ મુલાકાત દરમિયાન ઇન્ડેક્ષ-બી ના એકઝીકયુટીવ આસિસ્ટન્ટ કૈલાશ હિરાણી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના વૈભવ પાઠક, જિલ્લા ઉધોગ કેન્દ્રના જયપ્રકાશ રાઠવા વગેરે ઉપસ્થિત રહયાં હતાં.

ગૌતમ વ્યાસ
કેવડીયા

Advertisement

Share

Related posts

ઝઘડિયા જીઆઇડીસીમાં સ્થાનિકો માટે રોજગારીની તકો વધારવા કરાઈ માંગ.

ProudOfGujarat

ઉત્તપ્રદેશના વારાણસીમાં યોજાનાર ૪૨ મી મેન્સ એન્ડ વુમન સિનિયર સુટિંગ બોલ ચેમ્પિનશિપમાં અંકલેશ્વરના બે યુવાનોની પસંદગી કરાઇ

ProudOfGujarat

ભરૂચ : વ્યવસાય વેરા અંગે નગરપાલિકા દ્વારા બહાર પડાયું જાહેરનામું : જાણો હાલ સુધી કેટલો વેરો ભરાયો અને કેટલો બાકી ..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!