Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડીમાં ચોરીના મોબાઇલ વેચાતા હોવાની આશંકા આ બાબતે સઘન ચેકિંગ થાય તો ઘણી ગેરરીતિઓ બહાર આવવાની સંભાવના.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અગત્યના વેપારી મથક ગણાતા રાજપારડી નગરમાં વિવિધ ધંધાઓનો મોટો વિકાસ થયો છે.રાજપારડીની આજુબાજુના ઘણા ગામડાઓની જનતા રોજ બરોજ રાજપારડી વિવિધ ધંધાકીય લેવડદેવડ માટે આવે છે.આ પંથકની વસ્તી મહદઅંશે ગરીબ આદિવાસી પ્રજાની છે.ગરીબ જનતાના ભોળપણનો લાભ લઇ તેમનું શોષણ થતું હોવાની બાબત નવી નથી.આજે મોબાઇલનો વ્યાપ ખુબ મોટા પ્રમાણમાં વધી ગયો છે.ઠેર ઠેર મોબાઇલની દુકાનો તેમજ રીપેર કરવાવાળાઓ પોતાનો ધંધો કરતા દેખાઇ રહ્યા છે.સામાન્ય રીતે મોબાઇલના ધંધા બાબતે ઘણા બધા નિયમો નું પાલન કરવાનું હોયછે.ઘણા ગ્રાહકો જુના મોબાઇલ પણ ખરીદતા હોય છે.ઘણીવાર ગ્રાહકને કોઇ ચોરીનો મોબાઇલ વળગાડી દે અને સાયબર ક્રાઇમ ની તપાસમાં આ મોબાઇલ ચોરીનો હોવાનું બહાર આવે તો બિચારો ગરીબ માણસ નાહકનો ફસાઇ જતો હોયછે.જુના મોબાઇલની લેવડ દેવડ કરતા વેપારીઓએ આ બાબતે યોગ્ય નિયમો જાળવવા પડે.પણ આ બાબતે નિયમો જળવાતા નથી એવી ચર્ચાઓ લાંબા સમયથી જણાઇ રહી છે.રાજપારડીમાં પણ કેટલાક ઇસમો ગ્રાહકોને ચોરીના મોબાઇલ પધરાવી દેતા હોવાની વાતો જન સમુદાયમાંથી જાણવા મળી છે.સામાન્ય રીતે કેટલાક મોબાઇલ રીપેર કરનારા કારીગર વર્ગના વેપારીઓ પાસેથી ગ્રાહકો જુના મોબાઇલ ખરીદતા હોયછે.રાજપારડી નગરમાં પણ જુના મોબાઇલ ની લેવડદેવડ કરતા કેટલાક વેપારીઓ હોવાનું લોકચર્ચાથી જાણવા મળ્યુ છે ત્યારે રાજપારડી નગરમાં જુના મોબાઇલોની લેવડદેવડમાં ચોરીના મોબાઇલ પણ વેચાતા હોવાની બાબતે સ્થાનિક તંત્ર તાકીદે સઘન તપાસ આરંભે તો કેટલીક ચોંકાવનારી બાબતો બહાર આવવાની સંભાવના રહેલી છે.કેટલીક વાર મોબાઇલ રીપેર કરતી દુકાનોમાંથી આવા રીપેરીંગના મોબાઇલોની ચોરી થવાની વાતો ઉઠતી હોય છે.પરંતુ આમાં કેટલાક કીસ્સાઓમાં પોલીસ ફરિયાદ નથી થતી.ત્યારે આવી બાબતોમાં સાચુ શું સમજવું? જો સઘન તપાસ થાયતોજ આવા રહસ્યો નો પણ પર્દાફાશ થાય એમ લોકમુખે ચર્ચાઇ રહ્યુ છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

નેત્રંગ રેફરલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા વર્ગ ૩ વર્ગ ૪ નાં કોરોના વોરિયર્સ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.

ProudOfGujarat

રાજપીપલા : “સુશાસન સપ્તાહ ઉજવણી” ના ભાગરૂપે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ અને સગર્ભા માતાઓને પોષણ કિટનું કરાયું વિતરણ.

ProudOfGujarat

ભરૂચ-લિંક રોડ પર નગર પાલિકાના ટેન્કર દ્વારા બે બાળકોના મોત મામલે સ્થાનિકોનું તંત્રને આવેદનપત્ર, જાણો શું કરાઈ માંગણી…!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!