વી::-ભરૂચ નગર પાલિકા નું તંત્ર જાણે કે વરસાદી માહોલ માં બ્લેક ચશ્મા પહેરી ને શહેર ના માર્ગો ઉપર નીકળતા હોય તેમ લાગી રહ્યું છે…કારણ કે શહેર ના કેટલાક વિસ્તારો ગંદકી અને ખરાબ માર્ગ ના કારણે તંત્ર ની આબરૂના ધજાગરા ઉડાવી રહ્યા છે….એક તરફ વિકાસ ના દાવા કરવામાં રાજકારણીઓ કલાકો સુધી માઇકો ઉપર થી ગુણગાન ગાતા નજરે પડે છે તો બીજી તરફ ભરૂચ શહેર ની સમસ્યાઓ જાણે કે વિકાસ ના બધાજ રેકોર્ડ તોડવા તરફ જઇ રહી હોય તેમ લાગી રહ્યું છે.. અને કદાચ આ દ્રશ્યો જોતા ભરૂચ નગર પાલિકાને બેસ્ટ ખાડા મય શહેર નો એવોર્ડ પ્રાપ્ત થાય તેવા એંધાર આ વરસાદી માહોલ માં જોવા મળી રહયા છે……ત્યારે દેખાવ પૂરતી કામગીરી કરવા માટે તંત્ર કામે લાગ્યું છે ..પરંતુ આ આખાય વિસ્તારમાં નવા રસ્તા ને મંજુર કરી પ્રજા ની સમસ્યા નું કાયમી નિરાકરણ લાવવું એ કદાચ ભરૂચ ના અલગ અલગ ભાગો માં દેખાતા દ્રશ્યો ઉપર થી કહી શકાય છે….
આજ રોજ સવાર થી ભરૂચ શહેર માં ઝરમર વરસાદી માહોલ જામ્યો હતો..જેના કારણે રસ્તા પર પાણી ભરાવવા ની સમસ્યા સર્જાય હતી…ભરૂચ ના ફાટા તળાવ નજીક આવેલ ધોબીવાડ ના નાકા પાસે વરસાદી પાણી ના કારણે પડેલ ખાડા માં એક આઇસર ટેમ્પો ફસાયો હતો..ટેમ્પો ફસાતા રસ્તા ઉપર થી પસાર થતા અન્ય વાહન ચાલકો ને મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો.. તો બીજી તરફ પાલિકા નું વાહન પણ ખાડાઓમાં ફસાયેલું નજરે પડ્યું હતું..
અત્રે ઉલ્લેખનીય છે કે દર ચોમાસા માં ભરૂચ ના ફાંટા તળાવ .ગાંધી બજાર ચોક તેમજ ફુરજા ચાર રસ્તા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવા ની વિકટ સમસ્યાઓ ઉભી થાય છે..વર્ષો થી આ એક સમસ્યાનો ઉકેલ લાવવામાં જાડી ચામડીનું પાલિકા નું તંત્ર નિષ્ફળ રહ્યું છે…
સાથે જ વરસાદી પાણી વચ્ચે મસ્ત મોટા ખાડા ઓ ભરૂચ નગર પાલિકાના ધજાગરા ઉડાવી રહ્યા છે અને સ્થાનિક રહીશો તેમજ વાહન ચાલકોને આ રસ્તા ઉપર થી પસાર થવું નર્ક સમાન બન્યું છે તેમ છતાં પાલિકા માં અંધેર વહીવટ ચાલતો હોય તેમ અપના કામ બનતા ભાડ મેં જાયે જનતા જેવી નીતિ તંત્ર અપનાવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે… તેવી લોક ચર્ચા આ પ્રકાર ના દ્રશ્યો બાદ થી ટોક ઓફ ધી ટાઉન બનતી હોય છે…હવે આશા રાખીએ કે આ ચેનલ ના માધ્યમ થકી આ દ્રશ્યો નિહાળી તંત્ર ની આંખ ખુલશે તેજ આ સમય ની માંગ છે….