Proud of Gujarat
FeaturedGujaratINDIA

નબીપુર વિસ્તારના ઝનોર ગામ ખાતેથી વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

Share

ભરૂચ એલ.સી.બી. શાખા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ની ટીમ પ્રોહી.જુગાર અંગે પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન મળેલ માહિતીના આધારે નબીપુર પો.સ્ટે. વિસ્તારના ઝનોર ટાંકી ફળિયું તા.જી. ભરૂચ ખાતે રેડ કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે બુટલેગર રાજેશ માછી ઉર્ફે લાલો ભૂપતભાઇ ઝડપી પાડેલ છે. ઝડપી પાડવામાં આવેલ મુદ્દામાલમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 750 મી.લી.ની તથા 180 મી.લી.ની કુલ બોટલ નંગ 124 કિમર રૂ.20,400/- તથા આરોપીની અંગ ઝડતીમાંથી સેમસંગ એન્ડ્રોઈડ મોબાઈલ મોબાઈલ નંગ-1 કિમત રૂપિયા 20,000 મળી કુલ મુદ્દામાલ કિમત રૂ.40,400/- ઝડપી પાડેલ છે.
ભરૂચ શહેર તેમજ તાલુકા જીલ્લામાં દેશી-વિદેશી દારૂનો વેથલો ચાલ્યા કરતો આવ્યો છે. પોલીસ પ્રોહી.ના કેસો કેમ બતાવવા તેની જ ફિકરમાં રહે છે. અવારનવાર નાના-મોટા કેસો બનાવી માત્ર રેકર્ડ ચલાવતા હોય તેમ લાગી રહ્યું છે. હોલસેલ દિલરો અને માથાભારે બુટલેગરો સુધી પોલીસના લાંબા હાથ પહોંચતા જ નથી ?

Advertisement

Share

Related posts

મહેમદાવાદના બારોટવાડા પાસે ૫ વર્ષનો બાળક ટ્રોલી નીચે કચડાયો.

ProudOfGujarat

ભરૂચમાં સતત વધતો તાપમાનનો પારો.સતત વધતી ગરમીના પગલે રોગચાળો ફાટી નીકળવાની સંભાવના …

ProudOfGujarat

ભરૂચ પંથકમાં લગ્નની મોસમ… કોરોના ગાઈડલાઇનથી અને કાયદાનાં ભયથી લગ્ન પ્રસંગ ઉજવતા આયોજકો જાણો કેવી રીતે ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!