Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરુચ : પ્રજા વિરોધી નીતિઓ સાથે ભરુચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી સુધી જન વેદના આંદોલન.

Share

કેન્દ્ર અને રાજયની ભાજપ સરકારની પ્રજા વિરોધી નિતીઓ અને નિષ્ફળતાઓના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય
થી કલેકટર સુધી જન વેદના આંદોલનની કર્યું હતું,કોંગી કાર્યકરો અને હોદ્દેદારોએ રાજ્ય અને કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા હતા.
કોંગી આગેવાનોએ વિરોધ પ્રદર્શન કરી રાજ્ય અને કેન્દ્રના શાસનમાં આર્થિક મંદી,બેરોજગારીમાં વધારો કમોસમી વરસાદના પગલે ખેડૂતોને આર્થિક બરબાદી બાદ પાક વીમો ન મળવો કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે સહિત રોડ રસ્તા ખરાબ થવા અને ડેન્ગ્યુ મેલેરિયાના રોગો જેવા સ્થાનિક સ્થળ ના મુદ્દાઓ સાથે રેલી યોજી એ.આઈ.સી.સી ના સેકેટરી ડૉ. બિશ્વરજન મોહન્તિ,જિલ્લા પ્રમુખ પરિમલ સિંહ રાણા, શેરખાન પઠાણ, સંદીપ માંગરોલા, સલિમ અમદાવાદી અને પ્રવક્તા નાઝુ ફડવાલાની, આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો અને હોદ્દેદારોએ રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા માનવતા કી દિવાલ પ્રોજેક્ટ હાથ ધરાયો.

ProudOfGujarat

ભરૂચ : બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં વણશોધાયેલ બે વાહન ચોરીનાં ગુના શોધી કાઢતી એસ.ઓ.જી.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં આજે 5 કોરોનાનાં કેસ આવતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!