રાજપીપલા બુધવાર, સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજીગ ડિરેક્ટરશ્રી અને ગુજરાતના વન વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી રાજીવ ગુપ્તાના પ્રેરક પ્રયાસો અને માર્ગદર્શન હેઠળ તેમજ નર્મદા જિલ્લા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા રાજપીપલા પ્રાયોજના વહિવટદારશ્રીની કચેરી – ટ્રાયબલ સબ પ્લાનના સહયોગથી ૩૦ જેટલા યુવાનોને આંધ્રપ્રદેશની રક્ષા એકેડમી ખાતે સીક્યુરીટી સર્વિસની તાલીમ માટે મોકલવામાં આવ્યાં છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જીન્સી વિલીયમના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ તાલીમી કાર્યવાહી સંદર્ભે ગત ઓક્ટોબર-૨૦૧૯ માં રક્ષા એકેડમીના સંચાલકશ્રી તરફથી રાજપીપલા ખાતે મોકલાયેલા તાલીમી તજજ્ઞોએ ઉક્ત પસંદગી પામેલ ૩૦ જેટલા યુવાનો સાથે જરૂરી વિચાર-વિમર્શ કરીને તેમના તરફથી આ તાલીમ અંગે જરૂરી સમજ આપવામાં આવી હતી અને તેના ભાગરૂપે આ તમામ ૩૦ યુવાનો બે જૂથમાં પાંચ સપ્તાહની તાલીમ લેવા માટે આંધ્રપ્રદેશ રવાના થઇ ગયાં છે. આ રક્ષા એકેડમીમાં જિલ્લાના તાલીમાર્થીઓને નિઃશૂલ્ક રીતે આવાસ રોકાણ સહિતની ભોજન અને અન્ય આનુસંગિક સવલતો ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ગરૂડેશ્વર તાલુકાના જુદા જુદા ગામોના પસંદગીના ૩૦ યુવાનોને આંધ્રપ્રદેશની રક્ષા એકેડમીમાં સીક્યુરીટી તાલીમમાં મોકલાયા.
Advertisement