Proud of Gujarat
FeaturedGujaratINDIA

ફિલાટેક્ષ કંપની દ્વારા ભરુચ સક્રિય પત્રકાર સંધને હેલ્મેટ અર્પણ કરાયા.

Share

સમાજના જાગૃત પ્રહરી એવા પત્રકારોની સુરક્ષાને ધ્યાનમાં રાખી દહેજની ફિલાટેક્ષ કંપની દ્વારા ભરુચ સક્રિય પત્રકાર સંધને હેલ્મેટ અર્પણ કરાયા હતા.
ભરૂચના પગુથણ ગામ ખાતે હસુભાઈ પટેલના ફાર્મ હાઉસ ખાતે હેલ્મેટ અર્પણ કરવાના કાર્યક્રમમાં ફિલાટેક્ષ કંપનીના ચીફ જનરલ મેનેજર રવિન્દ્ર વર્મા તથા ભાવેશ ગોહિલ, ભરુચ સક્રિય પત્રકાર સંધના પ્રમુખ જગદીશ પરમાર, પૂર્વ પ્રમુખ ઇદ્રિશ કાઉજી અને નિલેશ ટેલર સહિત પત્રકાર સંધના હોદ્દેદારો અને પત્રકારો તથા ખેડૂત આગેવાન હસુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ભરુચ સક્રિય પત્રકાર સંધને હેલ્મેટ હેન્ડઓવર કરવા દરમ્યાન ફિલાટેક્ષ કંપનીના ચીફ જનરલ મેનેજરે કંપનીની સામાજિક જવાબદારીના ભાગરૂપે કરાયેલ સામાજિક કાર્યોની ઝાખી કરાવી હતી. તેમણે કહ્યું હતું કે જયાંથી કંપની આવક મેળવી રહી છે ત્યાના લોકો માટે પોતાની આવકનો અમુક હિસ્સો સામાજિક જવાબદારીના ભાગરૂપે ઉપયોગમાં લેવોએ કંપનીની ફરજમાં આવે છે.
પત્રકાર સમાજના જાગૃત પ્રહરી છે. પરંતુ તેમની પણ સુરક્ષા જરૂરી છે. સરકારે ટ્રાફિકના નિયમો બનાવતા પત્રકાર મિત્રો પણ ફિલ્ડમાં જાય ત્યારે કાયદાના પાલન અને સુરક્ષાના ભાગરૂપે હેલ્મેટ પહેરવું જરૂરી બની જાય છે. સાથે પત્રકારના પરિવારના સભ્યની પણ સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી સામાજિક જવાબદારીના ભાગરૂપે ફિલાટેક્ષ કંપની દ્વારા પત્રકાર સભ્યો અને તેના પરિવાર માટે મેલ અને ફિમેલ હેલ્મેટ અર્પણ કરી રહ્યા છે.
જયારે ભરુચ સક્રિય પત્રકાર સંધના પ્રમુખ જગદીશ પરમારે ફિલાટેક્ષ કંપનીના અભિગમો આવકારી આભાર વ્યક્ત કરી આગામી 24 નવેમ્બરના રોજ હસુભાઈ પટેલના ફાર્મ હાઉસ ખાતે આયોજિત ભરુચ સક્રિય પત્રકાર સંધના સ્નેહમિલન સમારોહમાં નોંધાયેલા દરેક પત્રકાર સભ્યને આ હેલ્મેટ વિતરણ કરાશે તેમ જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

લીંબડી બાર એસોસીએશન અને સમસ્ત વણીક કાનુની માર્ગદર્શન શિબિર અને આંખનો નિદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના ઉમલ્લા નજીક ટ્રક અને શેરડી ભરેલ ટ્રેકટર વચ્ચે અકસ્માત.

ProudOfGujarat

નેત્રંગ : ગોરાટિયા ગામ ખાતે 5 વર્ષનાં માસૂમની હત્યા થતાં અરેરાટી મચી ગઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!