સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ તરફથી ધોળીકુઇ વિસ્તારના બારીયા ફળિયામાં બાળકો ને દેવદિવાળીના પર્વ તથા ગુરુ નાનક દેવજીની ૫૫૦ મી જયંતી નિમિત્તે પરમાત્માને પ્રાર્થના કરી મીઠાઈઓ ખવડાવવામાં આવી. તેઓને દેવદિવાળીના પર્વનું મહત્વ તથા ગુરુ નાનક દેવજીએ સમાજ માં કરેલી સેવાઓ અને તેમને આપેલ સંદેશ જીવનમાં ઉતારવા માટે સંસ્થાના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ દ્વારા બાળકોને કહેવામાં આવ્યું.
દેવદિવાળી એટલે દેવોની દિવાળી. દરેક મનુષ્ય આ શુભ દિવસે સંકલ્પ કરી પોતાના જીવનમાં સદવિચારો, સદગુણો, સત્કાર્યો થકી દેવત્વ રૂપી વિચારધારાને અપનાવી પોતાના જીવનમાં ઉતારે તો જ ખરા અર્થમાં દેવદિવાળી ઉજવવામાં આવી કહેવાય. મનુષ્ય ઇચ્છે તો નરમાંથી નારાયણ બની શકે છે. ગુરુ નાનક દેવજીની ૫૫૦ મી જયંતી પ્રકાશ પર્વ તરીકે આખા વિશ્વમાં ઉજવવામાં આવી રહી છે ત્યારે તેમણે આપેલ સંદેશો દરેક મનુષ્યોએ પોતાના જીવનમાં ઉતારવો જોઈએ. પ્રકાશ પર્વ એટલે કે મનુષ્ય ના જીવન માંથી દ્વેષ, ઇર્ષા, અહંકાર,લોભ,મોહ, લાલચ, સંગ્રહખોરી, ક્રોધ, હિંસા જેવા અંધકારમય ગુણોને છોડી દઇ શાંતિ,પ્રેમ,ભાઇચારો, અહિંસા,ઇમાનદારી, મહેનત, સેવા, ક્ષમા, સહિષ્ણુતા, ઉદારતા,સમાનતા અને ઇશ્વરની ઉપાસના કરી પ્રકાશમય ગુણોને જીવનમાં અપનાવી તેનું પ્રગટીકરણ થવું જોઇએ.આ પ્રસંગે સંસ્થાના દરેક સભ્યોએ સંકલ્પ કર્યો કે આ વર્ષ દરમિયાન અમો સમાજ સેવા ના કાર્યો વધુમાં વધુ કરીશું.
ભરૂચ : સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ધોળીકુઇ વિસ્તારના બારીયા ફળિયામાં બાળકો સાથે દેવદિવાળીના પર્વ તથા ગુરુ નાનક દેવજીની જન્મ જયંતીની ઉજવણી.
Advertisement