Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી ગામે અજાણ્યા વાહનની ટક્કરે પાંચ વીજપોલ અને વાયરો ધરાશાયી વીજ લાઇનને નુકશાનથી ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો.

Share

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે કાર્યરત વીજ કંપનીના કાર્યક્ષેત્ર માં દક્ષિણ ગુજરાત વીજકંપનીની પેટા વિભાગીય કચેરી ઝઘડીયા અને નેત્રંગ તાલુકાના ગામોમાં અલગઅલગ સબ સ્ટેશનોમાંથી વીજ પુરવઠો આપવાની કામગીરી થાયછે.તે પૈકી ૬૬ કે.વી.રાજપારડી સબ સ્ટેશન માંથી નીકળતી ૧૧ કે.વી.ચોકી ખેતીવાડી અને રાજપારડી જેજીવાય લાઇન ખેતીવાડી ઘર વાણિજ્ય અને ઇન્ડસ્ટ્રીઝ માટે વીજ પુરવઠો વિવિધ ગામોએ અપાતો હોયછે.આ વીજ પુરવઠો ગ્રાહકો સુધી પહોંચાડવા વીજ લાઇનો બનાવાયેલી હોયછે.તા.૭ મીના રોજ સાંજના સાડા નવ વાગ્યા ના અરસામાં કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે ચલાવીને આ વીજ લાઇનો પૈકી રાજપારડી ના નેત્રંગ રોડ પર રાજપારડી જેજીવાય લાઇન ના વાયરો સાથે વાહન અથાડીને વાયરો તોડી નાંખવા ઉપરાંત બીજા સ્થળોએ પણ વીજ પોલ તેમજ વાયરો પાડી નાંખ્યા હતા.આ અકસ્માતમાં પાંચ જેટલા પી.એચ.સી.પોલ અને વાયરોને લગભગ રૂ.૭૫૦૦૦ જેટલું નુકશાન થયું હતું.આ વીજ લાઇનો દ્વારા વીજ પુરવઠો મેળવતા ગ્રાહકો નો વીજ પુરવઠો ખોરવાતા વીજ ગ્રાહકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા.વીજ કંપની દ્વારા આ અંગે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યુ છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ કચેરી દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતો સાથે ઓડિયો કોન્ફરન્સ યોજાઈ.

ProudOfGujarat

વલસાડના તિથલ દરિયામાં ભરતીના મોઝામાં બે યુવાનો તણાયા :એકને બચાવી લેવાયો

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે શીના કપૂરને માર્કેટિંગ, કોર્પોરેટ કોમ્યુનિકેશન્સ અને સીએસઆર ના હેડ તરીકે નિયુક્ત કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!