શાસ્ત્ર અનુસાર દેવપોઢી એકાદશીથી ભગવાન પોઢેલા હોવાથી તેમને આજના દિવસે પ્રબોધ કરી જગાડવામાં આવે છે. તેથી આ દિવસને પ્રબોધિની એકાદશી નામે ઓળખવામાં આવે છે. આજનાં દિવસે તુલસી વિવાહ રચાય છે.. ! આજના દિવસ બાદ જ કોઈપણ શુભકાર્ય કરી શકાય છે !
પૌરાણિક માન્યતા અનુસાર,રાક્ષસના કુલમાં એક કન્યા નો જન્મ થાય છે એનું નામ વૃંદા રાખવામાં આવે છે.વૃંદા બાળપણ થી જ ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી અને હંમેશા તેમની ભક્તિમાં લીન રહેતી હતી.જ્યારે વૃંદા લગ્ન માટે લાયક બની ત્યારે તેમના માતા-પિતા એ તેમના વિવાહ સમુદ્ર મંથન માંથી ઉત્પન્ન થયેલા જલંધર નામના રાક્ષસ સાથે કરી દીધા.વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત સાથે એક ધાર્મિક સ્ત્રી પણ હતી, જેના કારણે તેના પતિ જલંધર વધુ શક્તિશાળી બન્યા હતા.
જલંધર જયારે પણ યુદ્ધ પર જતો ત્યારે વૃંદા પૂજા અર્ચના કરતી,વૃંદા ની ભક્તિને કારણે કોઈ પણ જલંદરને મારી શકતું ન હતું.જાલંધરે દેવતાઓ પર યુદ્ધ કર્યું, બધાજ દેવતાઓ જાલંધન ને મારવામાં અસમર્થ સાબિત થઇ રહ્યા હતા. જાલંધરે બધા દેવતાઓને હરાવી નાખ્યા હતા, પછી બધા દેવતાઓ દુઃખી થઈને ભગવાન વિષ્ણુ જોડે જાય છે અને જાલંધન નામના રાક્ષસ નો આતંક સમાપ્ત કરવા માટે પ્રાર્થના કરવા લાગે છે. પછી ભગવાન વિષ્ણુએ પોતાની માયાથી જલંધરનું સ્વરૂપ ધારણ કર્યું અને વૃંદાના પતિવ્રત ધર્મ ને નષ્ટ કર્યું. આનાથી જલંધરની શક્તિ નબળી પડી અને તે યુદ્ધમાં માર્યો ગયો.જ્યારે ભગવાન વિષ્ણુની યુક્તિ વિષે વૃંદાને ખબર પડી, ત્યારે તેમણે ભગવાન વિષ્ણુને એક પથ્થર બનવા માટે શ્રાપ આપ્યો.
ભગવાન વિષ્ણુને પથ્થર ના બનેલા જોઈ બધા દેવી-દેવતાઓ માં હાહાકાર મચી ગયો, પછી માતા લક્ષ્મી એ વૃંદા ને પ્રાર્થના કરી ત્યારે વૃંદા એ જગત ના કલ્યાણ માટે પોતાનો આપેલો શ્રાપ પાછો લઇ લીધો અને પછી પોતે જાલંધરની સાથે સતી થઇ ગઈ પછી એમના શરીર ની રાખ માંથી એક નાનું વૃક્ષ પ્રગટ થયું જેને ભગવાન વિષ્ણુ એ તુલસી નામ આપ્યું અને ભગવાન વિષ્ણુ એ કહ્યું કે આજથી હું તુલસી વગર પ્રસાદ ગ્રહણ નઈ કરું અને આ પથ્થર ને શાલિગ્રામ ના નામે થી તુલસી જી ની સાથે જ પૂજવામાં આવશે.કાર્તિક મહિનામાં તો તુલસીજી ના શાલિગ્રામ સાથે વિવાહ પણ કરવામાં આવે છે.
આજે કારતક સુદ – ૧૧ (અગિયારસ) “પ્રબોધિની એકાદશી ” – ” દેવઊઠી અગિયારસ ” તુલસી વિવાહ
Advertisement