ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરમાં ડેન્ગ્યુ પોઝીટીવ દર્દીઓ જણાતા સ્થાનીક આરોગ્ય ટિમ દ્વારા નગરના શંકાસ્પદ અને ડેન્ગ્યુગ્રસ્ત વિસ્તારોમાં સર્વે હાથ ધરાયુ હતું.જાણવા મળ્યા મુજબ રાજપારડીમાં સત્તાવાર ૩ જેટલા ડેન્ગ્યુ પોઝિટિવ દર્દીઓ જણાતા તા.૫ મીના રોજ નગરમાં શંકાસ્પદ અને ડેન્ગ્યુગ્રસ્ત વિસ્તારોમાં ફોગીંગ કરવામાં આવ્યુ હતું.વધુમાં જાણવા મળ્યા મુજબ તા.૫ અને ૬ નારોજ શરુ કરાયેલુ મેડીકલ સર્વે તા.૭ મીના રોજ પણ ચાલુ રખાશે.અન્ય બીજા કોઇ ડેન્ગ્યુ પોઝિટિવ દર્દીઓ હોય અને તેઓએ બિમારીમાં શરુઆતથી જ બહાર સારવાર લીધી હોય તેમની સત્તાવાર માહિતી મળી નથી.તબીબી ટુકડી દ્વારા નગરજનોને ડેન્ગ્યુ થી કેમ બચવુ તેની સમજ આપવામાં આવી હતી.એડીસ નામના મચ્છર ચોખ્ખા પાણીમાં ઇંડા મુકેછે.આ એડીસ મચ્છર કરડવાથી ડેન્ગ્યુ થાય છે.તેથી ઘરોમાં અને ઘરની બહાર ખુલ્લામાં ચોખ્ખું પાણી જમા ના થાય તેની ખાસ કાળજી લેવાની હોય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ