Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ફાંટાતળાવ વિસ્તારમાં મકાન ધરાશાયી થતા અફરાતફરી નો માહોલ સર્જાયો-ઘટનામાં 5 લોકો દબાયા.. એક મહિલાનું મોત-ચાર સારવાર હેઠળ..

Share

Advertisement
::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના ફાંટાતળાવ વિસ્તારમાં આવેલ મંદિર પાસે મોડી રાત્રીના સમયે એક જર્જરિત મકાન ધરાશાય થતા 2 લોકો ફસાયેલ હતા …જેમાં ફસાયેલ લોકોને બચાવવા જતા કાટમાળ ધરાશાયી થતા કુલ 5 લોકો ઘટનામાં દબાયા હતા….
જ્યારે સમગ્ર ઘટના અંગે ની જાણ ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગ માં થતા ફસાયેલ તમામ ને પાલિકા ફાયર વિભાગ અને સ્થાનિક યુવાનોની મદદ થી કલાકો ના  રેસ્ક્યુ ઓપરેશન બાદ બહાર કાઢવામાં આવ્યા હતા તેમજ  ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.. જ્યારે મકાન ધરાસાય ની ઘટનામાં કાટમાળ માં દબાયેલા  આશરે ૨૦ વર્ષીય યુવતી નું મોત નીપજ્યું હતું…..જ્યારે અન્ય ચાર લોકો સારવાર હેઠળ ખસેડાયા હતા..
મોડી રાત્રીના સમયે અચાનક બનેલી મકાન ધરાસાય ની ઘટના ના પગલે પંથક માં ખળભળાટ મચી જવા પામ્યો હતો ..તેમજ ઘટના બાદ ગમગીની ભર્યો માહોલ સર્જાયો હતો…..

Share

Related posts

ડીજે નીના શાહ અંબાણીની એનએમએસીસી ઇવેન્ટમાં હાજરી આપનાર એકમાત્ર મહિલા ડીજે હતી, ગીગી હદીદ અને અન્ય ઘણા કલાકારો સાથે તસવીરો શેર કરી

ProudOfGujarat

કેબલ બ્રિજ નજીકથી લાખ્ખોના વિદેશી દારૂ ઝડપી પાડતી એલ.સી બી પોલીસ

ProudOfGujarat

ઝઘડીયા વિસ્તારના ૨૬ જેટલા ગામોમાં સમારકામને લઇને આજે વીજપુરવઠો બંધ રહ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!