ભરૂચ જિલ્લાના ને.હા ૪૮ પર આવેલા મુલદ ગામ પાસેના ટોલ ટેક્સ ઉપર વર્ષોથી કામ કરતા કર્મચારીઓ સાથે ટોલ ઓથીરીટી તાનશાહી ભર્યું વલણ અપનાવતા હોવાના આક્ષેપ સાથે કર્મચારીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો.
કર્મચારીઓના જણાવ્યા મુજબ તેઓને દિવાળીના સમયમાં મળવા પાત્ર બોનસ ની રકમ મળતી નથી સાથે જ જોઇનિંગ લેટર સમયે પણ રાજીનામાંની પણ સહી લેવાતી હોવાના આક્ષેપ કર્યા હતા વધુમાં જો કોઈ કર્મચારી મેનેજમેન્ટ સામે અવાજ ઉઠાવે તો તેઓની બદલી અથવાતો છુટા કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવે છે જેના કારણે કર્મચારીઓમાં રોષ ની લાગણી પર્વતી છે,અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ નેશનલ હાઇવે ૪૮ પર આવેલું આ ટોલ ટેક્સ અવાર નવાર વિવાદોમાં આવી રહ્યું છે.
Advertisement