સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ તરફથી નવા તવરા તથા નંદેલાવ ગામના આદિવાસી અને ગરીબ કુટુંબોના ભાઈ-બહેનો ને દિવાળી નિમિત્તે કપડાં, બુટ,ચંપલ આપવામાં આવ્યા, જ્યારે બાળકો ને કપડાં, રમકડાં તથા ભણતરની સામગ્રી અને વૃદ્ધો ને સાડીઓ અને દિવાળી માં પહેરાય તેવા કપડાં ની જોડ આપવામાં આવી.
સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ સમાજ માં નિસ્વાર્થ ભાવે સેવા ના કાર્યો કરે છે.દીવાળીનો તહેવાર સમાજ ના આદિવાસી અને ગરીબ લોકો પણ આનંદ અને ઉલ્લાસ ની સાથે ઉજવી શકે તે હેતુથી આ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું. સમાજ માં આજે પણ ઘણાં લોકોને એક સમયનું ભોજન મળતું નથી અને શરીર ઢાંકવા માટે કપડાં પણ મળતા નથી. જેઓ આર્થિક રીતે સક્ષમ નથી તેવા લોકોને મદદરૂપ થવા અને તેમનાં જીવનમાં પણ આનંદ અને ખુશીઓના રંગો ભરવા માટે નો સંસ્થાએ પ્રયત્ન કર્યો છે.
સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ સેવાની જીવતી જાગતી જ્યોત છે. શહેરની તેમજ ગામડાની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કપડા, નોટબુકો, પાઠ્યપુસ્તકો અને શૈક્ષણિક સામગ્રી તથા ઉનાળામાં બુટ ચંપલ, શિયાળામાં ગરમ વસ્ત્રો,ધાબડા આપે છે. જ્યારે આદિવાસી અને ગરીબ કુટુંબોના ભાઈ-બહેનો આર્થિક રીતે મદદરૂપ થાય છે. તેમજ અન્નદાન મહાદાન ઝુંબેશ ચલાવી બારેમાસ રોડ પરના તેમજ સેવા વસ્તીમાં રહેતા ગરીબોને રૂબરૂ જઇને જમવાનું અને જરૂરી વસ્તુઓ પણ પુરી પાડે છે. આ સેવા કાર્યો સંસ્થાના સભ્યો તથા સમાજ ના લોકોના સહયોગથી થાય છે.
સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ તરફથી નવા તવરા તથા નંદેલાવ ગામના આદિવાસી અને ગરીબ કુટુંબોના ભાઈ-બહેનો ને દિવાળી નિમિત્તે ભેટ અપાઈ.
Advertisement