Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી વિસ્તારની ક્વોરીઓ માંથી ખનીજ વહન કરતી ટ્રકો ભુસ્તર વિભાગે ઝડપી

Share

ગુલામહુશેન ખત્રી રાજપારડી

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક નેત્રંગ રોડ પર આવેલ પત્થરની ક્વોરીઓમાંથી બ્લેકટ્રેપ ખનીજ ભરીને જતી હાઇવા ટ્રકોનું ઝઘડીયા નજીક ભુસ્તર વિભાગ ની ટીમ દ્વારા ચેકિંગ કરાતા તેમની પાસેથી મળેલ રોયલ્ટી પાસ ડુપ્લિકેટ જણાતા ઝઘડીયા પોલીસમાં આ બાબતે ફરિયાદ લખાવા પામી છે.પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જિલ્લાની ભુસ્તર વિભાગની ટીમ ઝઘડીયા નજીક વાહન ચેકિંગ માં હતી ત્યારે રાજપારડી તરફથી આવી રહેલી ત્રણ હાઇવા ટ્રકો ની તપાસ દરમિયાન રોયલ્ટી પાસ ડુપ્લિકેટ હોવાનું જણાતા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ તપાસ દરમિયાન શાંતિલાલ બાબુ વસાવા અને ઇમ્તિયાજ ઇબ્રાહિમ પટેલ ના નામની ડુપ્લિકેટ રોયલ્ટી અને ઇનવેલિડ રોયલ્ટી પાસ મળી આવી હતી.ભુસ્તર વિભાગ ને હાઇવા ચાલકો પાસેથી મળેલ રોયલ્ટી પાસો ઓનલાઇન ચેકિંગ દરમિયાન ડુપ્લિકેટ હોવાનું જણાયુ હતું.આ અમાન્ય રોયલ્ટી પાસો મળતા ભુસ્તર વિભાગ ની ટીમ ચોંકી ઉઠી હતી.બાદમાં ભુસ્તર વિભાગ દ્વારા ઝડપાયેલી ટ્રકોને સીઝ કરવામાં આવી હતી.અને ખોટા દસ્તાવેજો ના ઉપયોગથી સરકાર સાથે છેતરપિંડી કરવા બદલ ટ્રક ચાલકો અર્જુન છીતુ વસાવા રહે.હરિપુરા તા.ઝઘડીયા,રસીક બીજલ વસાવા રહે.અસનાવી તા.ઝઘડીયા અને હરજીતસિંગ નેહાલસિંગ રહે.જલવા તેમજ ટ્રક માલિકો સુરેન્દ્ર પટેલ રહે.સારસા,અશ્વિન સ‍ાવલીયા રહે.ભરૂચ અને વિપુલભાઇ રહે.અંકલેશ્વર તથા લીઝ ધારક શાંતિલાલ બાબુ વસાવા અને ઇમ્તિયાજ ઇબ્રાહિમ પટેલ વિરુદ્ધ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : પાલેજ – નારેશ્વર રોડ અતિ બિસ્માર બનતા વાહનચાલકો પરેશાન…

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર તાલુકાનાં હઝાત ગામનાં બુટલેગરને વિદેશી દારૂ સાથે પોલીસે ઝડપી લીધો હતો.

ProudOfGujarat

ભરૂચ : વાગરાનાં સુવા ગામમાં ઓપાલ કંપનીએ લેન્ડ લુઝરને નોકરી ન આપતા કલેકટરને આવેદન આપી રજૂઆત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!