ગુજરાત રાજ્યની તમામ મામલતદાર કચેરીઓ, કલેક્ટર કચેરીઓ, સીટી સર્વે – ડી.આઇ.એલ.આર કચેરીઓમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય જે બાબતની તપાસ કરી જવાબદારો સામે શિક્ષાત્મક પગલાં ભરવાની માંગ સાથે કિસાન વિકાસ સંધ અને પોલ્યુશન કંટ્રોલ એસોસીએશન દ્વારા ગુજરાતનાં મહામહિમ રાજયપાલશ્રીને આવેદનપત્ર પાઠવવામા આવ્યું.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં સરકારી કચેરીઓમાં કિસાનોને અન્યાય કરવામાં આવી રહ્યો હોવાની વાત સાથે મામલતદાર કચેરીઓમાં એન્ટ્રી પડાવવામાં લાંચ લેવામાં આવે છે અને લાંચ ન આપે તો ફેરફાર નોંધની એન્ટ્રી પાડવામાં આવતી નથી સાથોસાથ રાજ્યના મહેસૂલ વિભાગના પરિપત્ર અનુસાર સબ રજીસ્ટારમાં થયેલ દસ્તાવેજના આધારે આઇ-ધરામાં સીધી ફેરફાર નોંધની અસર આવવી જોઈએ પણ સરકારશ્રીના પરિપત્રને પણ ધોળીને પી જનારા અધિકારીઓ તે મુજબ રેકર્ડમાં અસર ન આપી કિસાનને જાતે એન્ટ્રી પાડવા મજબૂર બનાવીને કચેરીઓમાં ધક્કા ખવડાવતાં હોવાથી તેની ન્યાયી તપાસની માંગ કિસાન વિકાસ સંધ દ્વારા કરવામાં આવી છે.
વળી, ના.કલેક્ટરશ્રીની કચેરીમાં કેસોના હુકમ માટે લાખોનો ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવા સાથે સરકારશ્રીની નિયત કરેલ સમય મર્યાદામાં પણ હુકમો ન કરીને મોટી લાંચ લઈ હુકમો થતાં હોવાની દલીલ સાથે કિસાન સંધે તપાસ કરી ન્યાયની માંગણી કરી છે. સાથોસાથ કલેક્ટર કચેરીમાથી નીચલી કચેરીઓમાં આવતા તુમારોતી હકારાત્મક અભિપ્રાય આપવા માટે લાખો રૂપિયાની વહેંચણી કિસાનોએ કરવી પડે છે. તેવી જ રીતે નિરીક્ષક જમીન દફતરમાં પણ લાયસન્સી સર્વેયરો માપણીની વધુ ફી લઈ અને કે જેથી જેવા કિસ્સામાં લાંચ આપવી પડે છે આમ તમામ કચેરીઓમાં કિસાનનું ગજવું ખાલી કરાતાં અન્યાય સામે પગલાં ભરવા માંગ કરી છે.
ભરૂચ : રાજ્ય સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે કિસાન વિકાસ સંધનું આવેદનપત્ર
Advertisement