ઇમરાન ઐયુબ મોદી- પાલેજ
બસની મુસાફરી સલામત સવારી ભરૂચથી પાલેજ આવતા બસને દોઢ કલાક લાગ્યો, દેશ ડિજીટલ કરવાની વાત થઈ રહી છે અને બીજી તરફ ખખડધજ બસો માનવ કલાકો વેડફી રહી છે.
ભરૂચ એસ.ટી ડેપોનો વહીવટ તદ્દન ખાડે ગયો છે ભરુચ થી પાલેજ આવતાં એસ.ટી બસને દોઢ કલાક જેટલો સમય થઈ જાય છે. સમય ન વેડફાટ ના પગલે કોલેજ તેમજ શાળાના વિદ્યાર્થીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. તારીખ ૧૬મી ને બુધવારના રોજ બપોરે એક વાગ્યે અને ૧૫ મિનિટે ઉપડેલી એસટી બસ નંબર જીજે ૧૮ વાય ૯૪૮૧ ભરુચ થી વાયા સિતપોણ તેમજ પાલેજ થઈ વલણ સુધી જવાની હતી. જે બસ ૩-૧૫ વાગ્યાના સુમારે પાલેજ પહોંચી હતી પાછળ નાં કેટલાક દિવસથી થી બસ નાં પાછળ નાં ભાગે કમાન્ડ તૂટી ગઈ છે બસ 20 થી 25 કિલોમીટરની ઝડપે બળદ ગાડાં ની ગતિ એ ચાલતી હતી .
કોલેજ અને શાળાના વિદ્યાર્થીઓ ઉપરાંત સામાન્ય મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા બસના ચાલકને પૂછતા તેઓ કહે છે બસ ના આગળ ના ટાયરો બોડી સાથે અથડાય તો નુકસાન થાય એમ છે. તો શું આવી બસો સલામત હોઈ શકે? બીજી તરફ કોલેજીયનો યુવાન-યુવતીઓ કહે છે કે બસ નિયમિત મંથરગતિએ ચાલતી હોઈ છે અમોને આ બસમાં રોજિંદી ભરુચ થી ઉપડી પાલેજ પોહચતાં દોઢ થી બે કલાક થાઈ છે.
આ બાબતે વારંવાર એસ.ટી ડેપોમાં ફરિયાદ કરવા છતાં અધિકારીઓ નાં બહેરા કાને સંભળાતું નથી હાલમાં એસ.ટી ડેપોમાં વિદ્યાર્થીઓ ને એસ.ટી બસના પાસ પણ નિયમિત રીતે વિદ્યાર્થીઓને કાઢી આપવામાં પણ અખાડા ચાલે છે બસની મુસાફરી સલામત સવારી આને કહેવાય? લોક ચર્ચા નો વિષય બની ગયો છે.