ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના લખીગામ ખાતે રહેતા સામાજીક કાર્યકર સંજય લક્ષમણ ગોહિલપર તાજેતરમાં બુટલેગરો દ્વારા કરાયેલ હુમલાના પ્રકરણ માં લખીગામ ના ગ્રામજનોએ આજે કલેકટર ને આવેદન પત્ર પાઠવ્યું હતું..
આવેદન પત્રમાં તેમણે જણાવ્યું હતું કે લખીગામ તેમજ આસપાસ ના ગામોમાં દારૂની બદી ખૂબ વધી ગઇ છે.દહેજ પોલીસ સ્ટેશનમાં વારંવાર જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી કરાતી નથી..લખીગામ ના સંજય ગોહિલે દારૂના ચાલતા અડ્ડાઓને દૂર કરવા પોલીસ સ્ટેશને જાણ કરતા ગત ૧૦ મી જુલાઈ ના રોજ કેટલાક બુટલેગરો દ્વારા તેમની ઉપર હુમલોકરી માર મારવામાં આવ્યો હતો…જેના સંદર્ભમાં તેમણે જિલ્લા પોલીસ વડા ને રજુઆત પણ કરી હતી..દરમિયાન તેમની રજુઆત ના પગલે દહેજ પોલીસે તેમના જ્વાબો લેવાની કવાયત હાથધરી હતી….જેમાં પોલીસે ડાબ દબાણ કરી પોલીસ ની તડફેણ માં જવાબો લેવામાં આવ્યા હોવાના આક્ષેપ સંજય ગોહિલે આવેદન પત્રમાં કર્યો હતો….સમગ્ર મામલામાં પોલીસ તંત્ર દ્વારા નિષ્પક્ષ રહીને તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી……જો તેમ નહિ થાય તો ગામજનો દ્વારા આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે ……
દારૂબંધીના કાયદાનું પાલન કરાવવા બાબતે દહેજના લખીગામ ખાતેના ગ્રામજનોએ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી…
Advertisement