Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ સીટીઝન કાઉન્સિલ તથા અન્ય સંસ્થાઓના સહયોગથી ગડખોલ પાટીયાથી ગોલ્ડાન બ્રિજ સુધી હરિયાળો પટ્ટો બનાવવાના પ્રોજેક્ટનો શુભારંભ જિલ્લા કલેક્ટરની વિશેષ ઉપસ્થિતિ

Share

ભરૂચ સીટીઝન કાઉન્સિલ દ્વારા જિલ્લા કલેક્ટરશ્રી, સામાજિક વનીકરણ વિભાગના સહયોગ અને માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર ગડખોલ પાટિયા (સામ્રાજ્ય સોસાયટી) થી ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર તરફના છેડા સુધી જુના નેશનલ હાઇવે નં 8 અને રેલવે ટ્રેકની વચ્ચેની જગ્યામાં મેગા વૃક્ષારોપણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ જિલ્લાના વિવિધ ઉદ્યોગો તથા સેવાભાવી સંસ્થાઓના સહયોગથી આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે જેનું નામ રેવા અરણ્ય નામ આપવામાં આવ્યું છે. ભરૂચ સીટીઝન કાઉન્સિલનો આ પ્રોજેક્ટ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આ વિસ્તાર કે જે હાલમાં ફાજલ પડી રહ્યો છે તેમાં વધુને વધુ વૃક્ષોની વાવણી કરવામાં આવે અને તેનું જતન કરવામાં આવે વધુમાં આ ગડખોલ થી ગોલ્ડન બ્રિજ સુધીનો પટ્ટો ગ્રીન બેલ્ટ તરીકે વિકાસ પામે. અહીં એવા વૃક્ષોની પસંદગી કરવામાં આવી છે કે વધુને વધુ પક્ષીઓ પણ તેના તરફ આકર્ષાય અને તેઓનું મોટું આશ્રયસ્થાન બની શકે. ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રીને ભરૂચ સીટીઝન કાઉન્સિલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેના ભાગરૂપે તેઓએ સામાજિક વનીકરણ વિભાગને ભલામણ કરી હતી અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા તેની મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટ તબક્કાવાર હાથ ધરવામાં આવ્યો છે. અને આગામી કેટલાક સમયમાં આ પ્રોજેક્ટ અંતર્ગત વધુને વધુ વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક છે. પ્રથમ તબક્કામાં 400 મીટર જેટલી જગ્યાને લીલુંછમ બનાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવશે આ માટે પાનોલીની પી.આઈ.ઇન્ડસ્ટ્રીઝ, ઈશાગ્રો તથા પ્રજ્ઞા લાઈફ સાયન્સ કંપની દ્વારા યોગદાન આપવામાં આવ્યું છે. પ્રોજેક્ટનો શુભારંભ જિલ્લા કલેક્ટર એમ.ડી.મોડિયાના હસ્તે કરવામાં આવ્યો હતો. તેઓએ આ પ્રોજેક્ટને બિરદાવ્યો હતો અને પર્યાવરણની જાળવણીમાં વધુને વધુ લોકો યોગદાન આપે તેવી અપીલ પણ કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે ભરૂચ અને અંકલેશ્વરમાં પર્યાવરણની જાળવણી થાય તે માટે આ પ્રોજેક્ટ ખુબ આવકાર દાયક છે. અને આગામી 3 વર્ષમાં આ આખોયે પ્રોજેક્ટ આકાર પામે તેવા પ્રયત્નો થાય. ભરૂચ સીટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજ પટેલે આ પ્રોજેક્ટ અંગે માહિતી આપી હતી. તો આર્કીટેક ચિરાગ વડગામાએ આ પ્રોજેક્ટ અંતર્ગત વોકિંગ પાઠ, સાયકલિંગ ટ્રેક સહિતની સુવિધાઓ ઉભી કરશે તેવી માહિતી આપી હતી. નીતિન ભટ્ટે આ વિસ્તારમાં જે વૃક્ષો રોપવામાં આવશે તે અંગેની માહિતી આપી હતી. કાર્યક્રમમમાં અંકલેશ્વરના પ્રાંત અધિકારી રમેશ ભગોરા, ભરૂચ સીટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજ પટેલ, સેક્રેટરી હરીશ જોશી, કમલેશ ઉદાણી, ઉદ્યોગ મંડળના પ્રતિનિધિઓ, સ્થાનિક આગેવાનો, સામાજિક વનીકરણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ તબક્કે આર.એમ.પી.એસ શાળા તથા શ્રીજી વિધાલયના બાળકોએ પણ વૃક્ષારોપણ કર્યું હતું

Advertisement

Share

Related posts

ગોધરા : ભામૈયા ગામનાં તૂટેલા હેન્ડપંપમાથી પાણી કાઢવા ગ્રામજનોએ જાતે જ શોધી કાઢ્યો અદભુત નુસખો પણ તંત્ર ક્યારે જાગશે ??

ProudOfGujarat

વાલિયાના કરસાડ ગામમાં દીપડાનો આતંક, દીપડાને પકડી પાડવા ફોરેસ્ટ વિભાગે પાંજરુ ગોઠવ્યું

ProudOfGujarat

મહેસાણામાં બસ પલટી જતા એક મહિલા અને એક બાળકનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!