આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજયના રાજ્યપાલશ્રીને આવેદનપત્ર પાઠવીને ત્રણ દાયકાથી ચાલતાં ભાજપના શાસનની નિષ્ફળતા તેમજ સરકારની શિક્ષણ અને રોજગાર પ્રત્યેની ગુન્હાઇત ઉપેક્ષા બાબતે અવગત કારાવીને રાજ્યમાં ચાલતાં ગેરવહીવટ તેમજ ગંભીર ઘટનાઓની ન્યાયિક તપાસ કરાવી યોગ્ય કરવાની માંગ કરી છે.
આવેદનમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં યુવાનોને ગુણવત્તાસભર અને સ્વમાન સાથે રોજગારી મળી રહે તે દિશામાં સરકાર કોઈ નક્કર કામગીરી કરી રહી નથી અને આક્ષેપ સાથે કોંગ્રેસ સમિતિએ મધ્યપ્રદેશની તત્કાલિન સરકારના ‘વ્યાપમ’ કૌભાંડની સ્પર્ધામાં રાજ્યની ભાજપા સરકાર ઉતરીને કૌભાંડ આચરી રહ્યું હોવાનું જણાવ્યુ છે. ગુજરાત રાજ્યમાં ‘તલાટી કૌભાંડ’ થી શરૂઆત થયેલ ભ્રષ્ટાચાર દરેક સરકારી ભરતી પ્રક્રિયામાં જોવા મળી રહ્યો છે અને ભાજપાના મળતીથાઑ જ કૌભાંડ આચરીને નોકરી મેળવી રહ્યા હોવાનો દાવો કરી સામાન્ય પ્રજા ત્રસ્ત અને ભાજપ સરકાર મસ્ત છે તેમ કોંગ્રેસ સમિતિ જણાવી રહી છે.
ફિક્સ પગાર-કોન્ટ્રાક્ટ પ્રથા-આઉટ સોર્સિંગ જેવા વિવિધ નામે સરકાર લાખો યુવાનોનું શોષણ કરી રહી છે. સાથોસાથ તલાટી કૌભાંડ, ટેટ-ટાટની પરીક્ષામાં પેપર ફૂટવાની ધટના, પરીક્ષા રદ થવાની ધટનાઓમાં સરકારના અણધડ વહીવટની પોલ છતી થઈ છે. રાજયસરકારની ખાલી પડતી જગ્યાઓની ભરતી પ્રક્રિયાની અત્યંત મહત્વપૂર્ણ બાબતમાં સરકારની લાપરવાહી અને ઉપેક્ષાના અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે. અગાઉથી નક્કી થયેલ પરીક્ષાઓ અચાનક રદ કરી દેવાય છે. પરીક્ષા રદ થવાના કારણોની પૂછપરછમાં પણ ગૌણ સેવા સમિતિ પસંદગી મંડળના અધ્યક્ષશ્રીનો મને ખબર જ નથી તેવો ઉડાઉ જવાબ અને મુખ્ય મંત્રીશ્રીની શૈક્ષણિક લાયકાત બદલવાની હોવાના જવાબો સરકારની નિષ્ફળતા અને યુવાનોની મજાક સમાન હોવાના દાવા સાથે કોંગ્રેસે ન્યાયની માંગ કરી છે.
ભરૂચ : ભાજપના શાસનમાં વહીવટી નિષ્ફળતા અને શિક્ષણ – રોજગારની ઘોર ઉપેક્ષા બાબતે કોંગ્રેસનું આવેદનપત્ર
Advertisement