ભરૂચ જિલ્લા માં ઝગડીયા તાલુકામાં મોટી માત્રા માં ચાલતી રેતી ની લીજો સહીત સિલિકા તથા મેટલ કોરી ઓ આવેલી છે તથા બોડેલી તરફથી, સુરત, અંકલેશ્વર, દહેજ, ભરૂચ, સુધી રેતી, કપચી, જેવા બિલ્ડીંગ મટિરિયલ ભરી ને હાયવા ટ્રક લયી ને જતા હોઈ છે. જેમાં વાહન સમતા કરતા વધુ માલ ભરતા હોઈ છે. જેમાં સરકારની રોયલ્ટી ચોરી થતી હોઈ છે. તેવા સંજોગો માં ઝગડીયા ટ્રક એસોસીએસન દ્વારા પોતાના વાહનો માં વહન સમતા કરતા વધુ સામાન ના ભરવા તથા બીજી ઓવરલોળ ટ્રકઓ ની ઉપર નજર રાખી ચેકીંગ કરી ફોન દ્વારા અધિકારીઓ ને તત્કાલ સ્થળ પર બોલાવી ને ઓવરલોળ ટ્રક ને પકડી અને ખાણખનીજ વિભાગ ના અધિકારીઓ ને સોંપવાની અરજ કરી હતી. જેમાં ખાણખનીજ વિભાગ સહીત અધિકારીઓ પણ વિભાગ દ્વવારા એસોસીએસન ને સહકાર આપવાની અપેક્ષા રાખવામાં આવે એમ કહેવામાં આવ્યું હતું.
ઝગડીયા તાલુકાના અંદર ના ગામડા ઓ માં થી પણ રેતી નું વહન કરતા હયવા ટ્રક સામાન વહન કરતી ઓવરલોડ ટ્રકો મોટી સઁખ્યા માં ચાલતા તથા રોડ રસ્તા ની ખરાબ હાલત થતા ઝગડિયા તાલુકાના અનેકો રોડ રસ્તા દયનિય સ્થિતિ માં થઈ જતા તેના સન્દર્ભમાં રાજપીપલા ભૂસ્તર વિજ્ઞાન અને ખાણખનીજ વિભાગ ને ઝગડીયા ટ્રક એસોસીએસન દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું.
રિપોર્ટ/- સતીશ વસાવા