Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં ધાડપાડી તરખાટ મચાવનાર ધાડ-પાડું ગેંગને ઝડપી પાડતી ભરુચ પોલીસ .

Share

થોડાં સમયથી ભરુચ જીલ્લામાં ધાડપાડી લૂંટ ચલાવતી ધાડ-પાડું ગેંગ સક્રિય થઈ હતી અને છૂટાછવાયા નાના-મોટાં ધાડ લૂંટના ગુન્હાઓ પ્રકાશમાં આવ્યા હતા. તે સંદર્ભે પોલીસે ધાડ-પાડું ગેંગને અસલ મુદ્દામાલ સાથે ઝડપી પાડી 3 ધાડ 1 લૂંટ તથા 2 ચોરીના ગુન્હઓનો પ્રશંસનીય કામગીરી કરી છે.
ગત તા.05-10-19 ના રોજ નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોદલિયા ગામની સીમમાં આઈ.ઑ.સી.એલ. ના પ્રોજેકટમાં અમુક ધાડપાડુ ઇસમો 8થી9 જેટલા સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવીને તેમના મોબાઈલ ઝૂંટવી લઈ સિમ કાર્ડ તોડી નાંખી 1 આઇસર ટેમ્પામાં મુદ્દામાલ ભરી લઈ જઇ ધાડ પાડી હતી. આજ પ્રકારના અન્ય બનાવ નબીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બંબુસર ગામની સીમમાં તા.17-09-19 ના રોજ 1 ધાડનો બનાવ બનેલો હતો. જે સંદર્ભે જીલ્લામાં આવા ગંભીર ગુન્હાઓ બનતા અટકાવવા સારૂ પોલીસ મહાનિરીક્ષક વડોદરા રેન્જ તથા ભ.જી.પો.અધિક્ષક દ્વારા આ ટોળકીને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતા. જે સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક અંકલેશ્વર તથા પો.ઇ.ક્રાઇમ બ્રાન્ચ ભરૂચના માર્ગદર્શન હેઠળ નેત્રંગ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇ તથા ભરુચ ક્રાઇમ બ્રાન્ચ પો.સ.ઇ તથા અન્ય પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી ધાડપાડુ ટોળકીને ઝડપી પાડવા વ્યૂહરચના બનાવી ઊંડી તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી માહિતી એકત્રિત કરી ધાડપાડું આરોપીઓને ઝબ્બે કરી તેઓ પાસેથી ધાડના અસલ મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ છે. આરોપીઓની સધન પૂછપરછ દરમ્યાન નેત્રંગના પો.સ્ટે.ના ધાડના ગુન્હા ઉપરાંત ભરુચ જિલ્લાના નબીપુર પો.સ્ટે. તથા નર્મદા જિલ્લાના રાજપીપળા પો.સ્ટે. વિસ્તારમાં કરેલ ધાડના ગુન્હાઓ સહિત દહેજ પો.સ્ટે. વિસ્તારમાં કરેલ લૂંટ તથા ચોરી અને સુરત શહેરના અમરોલી પો.સ્ટે. વિસ્તારમાં કરેલ ભંગાર ચોરીના ગુન્હાની કબૂલાત ગુન્હેગારોએ આપી છે. પકડાયેલાં આરોપીઓ (1) રાજુભાઇ માલાભાઈ બાંબા (ભરવાડ), રહે. હાલ ધામરોડ ગામ મોટાં ટેકરા , કૈલાશ હોટલની પાછળ.જી.સુરત (2) ગોકુળ ઉર્ફે ગોપાલ સાજન ભરવાડ, રહે. ઘર નં.3, એ.એસ.એમ.સી. ક્વાર્ટસ ગજેરા હાઈસ્કૂલની પાછળ કતારગામ, સુરત (3) સુરેશ ઉદય મીઠાપરા, રહે.હાલ ધામરોડ ગામ મોટાં ટેકરાં, કૈલાશ હોટલની પાછળ, જી.સુરત (4) પરેશ હીરા પરમાર, રહે.હાલ ધામરોડ ગામ મોટાં ટેકરા, કૈલાશ હોટલની પાછળ,જી. સુરત (5) હીરાભાઈ સવજીભાઇ પરમાર રહે. હાલ ધામરોડ ગામ મોટાં ટેકરાં, કૈલાશ હોટલની પાછળ જી.સુરત (6) નરેશ ઉદય મીઠાપરા, રહે.હાલ ધામરોડ ગામ મોટાં ટેકરાં, કૈલાશ હોટલની પાછળ જી.સુરત.
આરોપીઓમાંથી ગોકુળ ઉર્ફે ગોપાલ સાજન ભરવાડ આજથી 3 વર્ષ પહેલા હાંસોટ પો.સ્ટે. વિસ્તારમાં ભેંસ ચોરીમાં દેવીપૂજક ગેંગ સાથે પકડાયેલ ગુણાઈત ઇતિહાસ ધરાવે છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : તા.૧૬/૦૮/૨૦૨૧ અને તા. ૩૦/૦૮/૨૦૨૧ સોમવારનાં રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહીત સંલગ્ન તમામ પ્રોજેકટ પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે.

ProudOfGujarat

રાષ્ટ્રીય પછાતવર્ગ પંચને બંધારણીય દરજ્જો આપવા બદલ લોકસભા ના ખરડાનો”આવકાર સમારોહ”ભરૂચ ના સ્ટેશન ખાતે યોજાયો હતો……

ProudOfGujarat

માંગરોળની હરસણી પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો રમતોત્સવ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!