Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી નજીકના ખડોલી ગામે બાઇક ની ટક્કરે યુવક ઘવાયો ગંભીર રીતે જખ્મી થયેલા બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત

Share

ગુલામહુશેન ખત્રી રાજપારડી

રાજપારડી થી ઝઘડીયા જવાના માર્ગ પર નવીખડોલી ગામે રોડ ઓળંગતા એક યુવક સાથે એક મોટરસાયકલ અથડાતા યુવક ગંભીર રીતે ઘવાયો હતો.રાજપારડી પોલીસ માંથી મળતી વિગતો મુજબ તા.૬ ના રોજ રાત્રીના અગિયાર વાગ્યાના અરસામાં નવીખડોલી નો અંકિતભાઇ કંચનભાઇ વસાવા નામનો ૨૮ વર્ષીય યુવાન ઘેરથી રોડની બાજુમાં આવેલ ખેતરોમાં કુદરતી હાજતે જતો હતો ત્યારે ઝઘડીયા તરફથી આવી રહેલી એક મોટરસાયકલે આ યુવક ને ટક્કર મારતા યુવક રોડ ઉપર ફંગોળાઇ ગયો હતો.અને બાઇક ચાલક પણ રોડ ઉપર ફેંકાઇ ગયો હતો.અકસ્માત ની જાણ થતા ઘટના સ્થળે માણસો ભેગા થઇ ગયા હતા.આ અકસ્માતમાં યુવક અંકિતભાઇ ની સાથે મોટરસાયકલ અથડાતા કપાળ તેમજ માથાના ભાગે ઇજાઓ થવા પામી હતી.તેમજ પગના ભાગે પણ મુઢ માર વાગ્યો હતો.મોટરસાયકલ ચાલક દિપકભાઇ મનહરભાઇ વસાવા રહે.ગામ નવામાલજીપર‍ા તા.ઝઘડીયા ને પણ માથા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ થતાં આ બન્ને ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા ભરૂચ સીવીલ હોસ્પિટલ માં લઇ જવાયા હતા.બાદમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાઇક ચાલકને વધુ સારવાર માટે અન્ય દવાખાનામાં લઇ જવાયો હતો.પ્રાપ્ત માહિતી મુજબ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું.રાજપારડી પોલીસે ટેલિફોનિક સંપર્ક કરતા આ વાતને સમર્થન આપ્યુ હતું આ અકસ્માતમાં જખ્મી થયેલા નવીખડોલી ગામના યુવક અંકિતભાઇ વસાવાએ રાજપારડી પોલીસ માં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અમદાવાદના પત્રકાર ચિરાગના હત્યામાં સીઆઈડી ક્રાઈમને તપાસ સોપવા નવસારીના પત્રકારોએ માંગ કરી.સંકાસ્પદ હત્યાના ચાર દીવસ બાદ પોલીસ કોઈ નક્કર કામગીરી ન કરી શકતા સમગ્ર ગુજરાતના પત્રકારોમાં રોષ.

ProudOfGujarat

ભરૂચ નર્મદા ચોકડી પાસે કતલખાને લઇ જવાના બદઈરાદાથી ગાયો અને વાછરડા સાથે પસાર થતા બે વાહનોને ગૌરક્ષકોએ ઝડપી પાડયા હતા.

ProudOfGujarat

રાષ્ટ્રભક્તિને અનોખી રીતે રજૂ કરતાં મેગા મ્યુઝિકલ ડ્રામા ‘વીરાંજલિ’ અંગે જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ માધ્યમો સાથે કર્યો સંવાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!