Proud of Gujarat
FashionFeaturedGujarat

ભરૂચ : હિન્દુ સમાજ વિરુદ્ધની ટિપ્પણી બાબતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનું કલેક્ટરશ્રીને આવેદનપત્ર

Share

તા.3-10-19 ના રોજ ભરૂચ કલેક્ટરશ્રીને લધુમતી કોમ દ્વારા લવ-જેહાદ પર આપેલ આવેદનપત્રના વિરોધમાં તા.07-10-19 ના રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા એક આવેદનપત્ર પાઠવવામા આવ્યું.
આવેદનમાં જણાવ્યા અનુસાર તા.03-10-19 ના રોજ લધુમતિકોમના અગ્રણીઓ દ્વારા ભરૂચ કલેક્ટરશ્રીને હિન્દુ સમાજ વિરુદ્ધની ટિપ્પણી કરી આવેદનપત્ર આપેલ જેમાં લધુમતી સમાજના અગ્રણીઓ દ્વારા બહુમતી સમાજના કટ્ટર હિન્દુઓ દ્વારા લધુમતી કોમની દીકરીઓને લવ-જેહાદનો શિકાર કરી તેમણે ઉપાડી જવાના આક્ષેપ સાથે સીધો હિન્દુ સમાજની લાગણી પર પ્રહાર કરવામાં આવતા અને આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે તે પૈકી એક છોકરી જાતે આવેનપત્ર જોઈ ‘બી’ ડિવિઝન પોલીસ ચોકીમાં હાજર રહી લેખિત અને મૌખિક રજૂઆત કરી જણાવેલ કે પરિવારના ત્રાસથી કંટાળીને વડોદરા નર્સિંગમાં નોકરી કરવા જાઉં છું. આમ લધુમતી સમાજ દ્વારા ખોટા આક્ષેપ કરવામાં આવ્યાની કેરિયત સાથે કલેક્ટરશ્રીના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર પાઠવવામા આવ્યું.

Advertisement

Share

Related posts

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાણંદ દ્વારા વિજયાદશમી ઉત્સવ નિમિત્તે પથ સંચલન કાઢવામાં આવ્યું

ProudOfGujarat

આજે અંગારિકા સંકષ્ટ ચતુર્થી : ભરૂચના મકતમપુર ખાતે આવેલ સિદ્ધિ વિનાયક મંદિરે વિધ્નહર્તાના લોકોએ દર્શન કર્યા.

ProudOfGujarat

નેત્રંગમાં વાહનની ટક્કરથી દીપડાનું મોત, વન વિભાગ દ્વારા કરાયા અંતિમસંસ્કાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!