ગુલામહુશેન ખત્રી રાજપારડી
રાજપારડી નજીકના વણાકપોર ગામે રહેતા ગીરીશભાઇ અમૃતલાલ શાહ નજીકના કૃષ્ણપરી ગામની સીમમાં ખેતર ધરાવે છે.મણીનાગેશ્વર રોડ પર આવેલ તેમનું આ ખેતર વણાકપોરના અન્ય રહીશ ને ભાગે ખેડવા આપેલ છે.આ ખેતરમાં કેળના ટીસ્યુ નું વાવેતર કરેલ હોઇ સીંચાઇ માટે ડ્રીપ એરીગેશન લગાવેલ છે.દરમિયાન તા.૩ જીના રોજ ખેતરે આંટો મારવા ગયા ત્યારે બોર સાથે લગાવેલ ડ્રીપનું હેડ યુનિટ જોવા મળેલ નહિ.કોઇ ચોર પાનાથી ખોલીને લઇ ગયેલ હોવાનું જણાયુ હતુ.ચાર માસ અગાઉ લગાવેલ આ રૂ.૨૯૦૦૦ ની કિંમત નો સામાન ચોરાતા ખેતર માલિક ને નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.આ ચોરાયેલા સામાન ની તપાસ કરવા છતા મળ્યો નહતો.જેથી ગીરીશભાઇ એ રાજપારડી પોલીસમાં આ બાબતે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Advertisement