Proud of Gujarat
FeaturedGujaratINDIA

પુર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગોવડા સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાતે

Share

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

તા.૫ મી ઓક્ટોબર ૨૦૧૯ ને શનિવાર નાં રોજ સવારે નર્મદા જિલ્લા નાં ગરુડેશ્વર તાલુકા નાં કેવડિયા કોલોની ખાતે દેશ ના પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગોડા આવી પોહચ્યા હતાં. ત્યાર બાદ તેઓ સરદાર સરોવર ડેમ ખાતે નિર્મિત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગરુડેશ્વર દત્ત મંદિર ની મુલાકાત લીધી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત બાદ પરત ફરતા સાંજ ના સમયે તેઓ વડોદરા જિલ્લા નાં નારેશ્વર રંગ અવધૂત મહારાજ નાં મંદિર ની મુલાકાત પણ લીધી હતી.અહીં માજી વડાપ્રધાને નારેશ્વર મંદિર ખાતે પૂજા પાઠ કર્યા હતા.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે માજી વડાપ્રધાને મંદિર પરિસર ની મુલાકાત લઈ દર્શન કર્યા હતા.
આ પ્રસંગે કરજણ નાં ધારાસભ્ય અક્ષય પટેલ સહિત નારેશ્વર વિસ્તાર નાં આગેવાનો તેમજ વડોદરા ડી.વાય.એસ.પી કલ્પેશ સોલંકી કરજણ પી.આઇ ડાંગર વાલા, કરજણ મામલતદાર કરજણ ટી.ડી.ઓ સહિત અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ વડાપ્રધાન ની ટૂંકી મુલાકાત દરમ્યાન મોટી સંખ્યા માં ગ્રામ્યજનો પણ હાજર રહી માજી વડાપ્રધાન નું અભિવાદન કર્યું હતું.

Advertisement

Share

Related posts

વલસાડમાં નવરાત્રી માટે પાર્ટી પ્લોટમાં તૈયારી શરૂ

ProudOfGujarat

ભરૂચ વ્હોરા પટેલ સમાજ દ્વારા તમામ સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ સાથે સમનવ્ય થકી સમાજ ઉત્થાન માટે સતત કાર્યરત..!

ProudOfGujarat

ભરૂચના ટંકારીયા ગામેથી ગૌ માંસના જથ્થા સાથે 3 આરોપીને ઝડપી પાડતી પાલેજ પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!