Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ-સસ્તા દરે ઘરેલુ વસ્તુ આપવાની લોભ લાલચ આપી લોકોને ઠગાઇ કરતી ગેંગ ઝડપાઇ.

Share

ક્રાઇમ બ્રાંચે આંતરરાજ્ય ટોળકીને ઝડપી આસામ તથા ભરૂચના ગુન્હાનો ભેદ ઉકેલ્યો છે,અંકલેશ્વરના ગડખોલ પાસે “તુલસી હોમ નિડ્સ”નામ ની દુકાન ખોલી લોભામણી જાહેરાતો કરી ગ્રાહકોને આકર્ષી માલ સમાન નું વેચાણ કરવા એડવાન્સમાં રૂપિયા લઇ છેતરપીંડી કરતી ટોળકીને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડી છે, અંકલેશ્વર ખાતે આશરે ૧ હજાર થી વધુ ગ્રાહકોને ડિસ્કાઉન્ટ થી વેચાણ કરવાની શંકાસ્પદ પ્રવૃત્તિ પોલીસને ધ્યાન ઉપર આવતા પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઇ હતી,અંદાજીત ૩૦ લાખ થી વધુનું એડવાન્સ નાણાં લઇ જવાની પેરવીમાં હતા તે પહેલાં પોલીસે ટોળકીને ઝડપી પાડી હતી.

ઉલ્લેખનિય છે કે ઠગાઇ કરતી આ ટોળકીએ આસામ ના સોનારી શહેર ખાતે અનેક લોકોને ૧૦ લાખ થી વધુના નાણાં ઉઘરાવી છેતરપિંડી કરી ભાગી આવ્યા બાદ અંકલેશ્વર ખાતે પણ આજ પ્રકાર ની પ્રવૃત્તિ કરવા આવતા આખરે ઠગ ટોળકી ઝડપાઇ ગઈ હતી.

Advertisement

કોની કોની થઇ અટકાયત,

(૧)ગણેશ સુંદરમ રહે.તમિલનાડુ,પટકોટે ગાવ

(૨)સનમુખમ નટરાજ,તમિલનાડુ,ટેનુઉડી ગાવ

(૩)વિજય સૌવરિરાજન,તમિલનાડ,થજાઉર

(૪)દેવાનાર મુનિસ્વામી,તમિલનાડુ,થજાઉર

(૫)અમલાદાસ સેલવારાજ,તમિલનાડુ,થજાઉર

(૬)મુથ્થુ ધર્માંલીગમ,તમિલનાડુ,થજાઉર

(૭)યુસુફ સાહુલહમીદ,તમિલનાડુ,થજાઉર


Share

Related posts

અંકલેશ્વરના ઉટીયાદરા ગામની સીમમાં પી.જી ગ્લાસ કંપનીમાં ધાડ અને ટ્રિપલ મર્ડરના ગુનામાં પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાના વાડી ગામે અને માંગરોળ તાલુકાના વાંકલ મેઈન બજારમાં બિરસા મુંડા રથનું સ્વાગત કરાયું.

ProudOfGujarat

કિમ રેલ્વે સ્ટેશન ખાતેથી ચોરીના મોબાઈલ ફોન સાથ ઈસમને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!