શ્રી ગણેશ સુગર-વટારીયા દ્વારા રોપણ સીઝન-2017-18 દરમ્યાન 100ટન/એકર શેરડી ઉત્પાદન પ્રોજેક્ટના પ્રણેતા શ્રી સંજીવ માણેજી (કૃષિ ભુષણ)ના નેતૃત્વ હેઠળ 100ટન/એકર શેરડી ઉત્પાદન પાયલોટ પ્રોજેકટ હાથ ધરવામાં આવેલો હતો. સદર પ્રોજેકટમાં જોડાયેલ સભાસદોએ અત્રેથી મળેલ માર્ગદર્શન મુજબ કરેલ શેરડીની ખેતીથી શેરડીનું ખૂબ જ સારા પ્રમાણમા ઉત્પાદન મેળવેલ છે. જેમાં શ્રી પ્રધુમનસિંહ પહાદસિંહ અટોદરિયા,ગામ: તુણા, તા.વાલિયા, જી.ભરુચ જેઓએ પ્રતિ એકર 114.504 ટન (શેરડી જાત-10001) ગુજરાતમાં સૌ પ્રથમવાર ઉત્પાદન મેળવેલ. તેઓએ મેળવેલ સદર સિદ્ધિ બદલ ધી ડેક્કન સુગર ટેક્નોલોજીસ એસોસિએશન (DSTA-Pune) દ્વારા આજરોજ તા. 01-10-2019 ના રોજ પુણે ખાતે યોજાયેલ ડી.એસ.ટી.એ.ના 65 માં અધિવેશનમાં શ્રી માનસિંગરાવ જાધવ (પ્રમુખ -DSTA-Pune) ના વરદ હસ્તે લાઈફ ટાઈમ એચિવમેંટ એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. 100ટન/એકર શેરડી ઉત્પાદન પ્રોજેક્ટની સફળતા માટે અને DSTA-Pune ના લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ માટે શ્રી પ્રધુમનસિંહ પહાદસિંહ આટોદરિયાને સંસ્થાના ચેરમેન શ્રી સંદીપ માંગરોલાએ અભિનંદન પાઠવી શેરડીની ખેતી કરતાં ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત પ્રધુમનસિંહ આવનારા સમયમાં દક્ષિણ ગુજરાતની મુખ્ય ખેતીમાં ક્રાંતિ સર્જી ગણેશ સુગરને હજી વધારે ગૌરવ અપાવશે એમ જણાવી વધુને વધુ ખેડૂતો 100ટન/એકર શેરડી ઉત્પાદન પ્રોજેકટમાં જોડાય એવિ લાગણી વ્યકત કરી છે. પ્રધુમનસિંહ ની પ્રેરણાથી ગણેશ સુગરમાં 100 મે.ટન પ્રોજેકટમાં 1000 એકરનું વાવેતર થયું છે તેમજ ચાલુ રોપાન સીઝનમાં હજી વધારો થવાનો આશાવાદ પરિણામો ઉપરથી ચોક્કસ છે.
શ્રી ગણેશ સુગર- વટારીયાના પ્રગતિશીલ ખેડૂત અને પ્રતિ એકર 100 ટન શેરડી ઉત્પાદન પ્રોજેક્ટના ઇન્ચાર્જ પ્રધુમનસિંહ પહાડસિંહ અટોદરિયા,ગામ: તુણા, તા.વાલિયાને DSTA-Pune દ્વારા લાઈફ ટાઈમ એચિવમેંટ એવોર્ડથી સન્માનીત કરાયા.
Advertisement