વિસાવદર ને વરસો થી ટ્રાફિક ના પ્રાણ સમાં પ્રશ્ન હલ કરવા માટે કરોડો ના ખર્ચે ધારી બાયપાસ મંજૂર કરવામાં આવ્યો જેમાં રેલવે ના પાટા નીચે થી એક ટર્નલ બનાવી રસ્તો બાનાવામાં આવ્યો હતો આ રસ્તો એવી રીતે બનાવામાં આવ્યો કે ૧૫ મી ઓગસ્ટ ના રોજ નાયબ મુખ્યમંત્રી દ્વાર તેનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું જેમાં હાલ તો મોટા મોટા ખાડા પડી ગયા છે તેમજ વરસાદી પાણીના નિકાલ ની યોગ્ય વ્યવસ્થા ના હોવા ને કારણે અન્ડર બ્રિજ માં ૮ થી ૧૦ ફૂટ પાણી ભરાય ગયેલ છે જેના કારણે ત્યાં થી કોઈપણ વાહન પસાર ના થાય તે માટે ત્યાં ગેટ માં મોટા તાળા મારી દેવા માં આવ્યા છે જયારે આ કામ માં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયેલ છે તેમ વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જણાવી રહિયા છે.
કૌશિકપુરી
Advertisement